Mysamachar.in-જામનગર:
મહાઠગ કિરણ પટેલ હજુ બધાને યાદ હશે આવા કિરણ પટેલોની ગુજરાતમાં પણ કોઈ કમી નથી આવી જ એક ઘટના જામનગરમાં સામે આવી છે જ્યાં એક કૌભાંડમાં સાઈબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તેને જવા દેવા માટે પોતે સીએમ ઓફીસમાં કોઈ અધિકારી ના હોવા છતાં અધિકારી તરીકે ઓળખ આપી એલસીબીને આ આરોપીને જવા દેવાની ભલામણ કરનાર ઈસમને એલસીબીએ રાતોરાત અમદાવાદથી ઉઠાવી લીધો છે.આ અંગે સરકાર તરફે એલસીબી એ.એસ.આઈ ભરત પટેલે ફરિયાદી બની ફરિયાદ આપી છે તેની વિગતો એવી છે કે..
જામનગર જિલ્લામાં બે થી વધુ મિલ્કત સબંધી ગુન્હામાં પકડાયેલ આરોપીઓની પ્રવૃત્તિ સંબંધી સરપ્રાઇઝ મીટીંગ પોલીસ અધિક્ષકએ એલ.સી.બી.કચેરી જામનગર લાલબંગલા કમ્પાઉન્ડ અંદર ખાતે પોલીસ અધિક્ષક તથા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.વી, ચૌધરી સાથે મીટીંગ યોજેલ આ દરમ્યાન પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેકટરનો ફોન ASI ભરતભાઈ પટેલને એટેન્ડ કરવા માટે સોંપેલ હતો, આ દરમ્યાન એસપીના નંબર પર વોટસઅપ કોલ આવતા આ ફોન રીસીવ કરતા મોબાઇલ કરનાર વ્યકિતએ પોતે ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યાલયથી સરકારી ઓફીસર નીકુંજભાઇ પટેલ બોલું છું તેમાં જામનગર પોલીસને આમીર અસલમ ગરાણા નામના વ્યકિતને પકડેલ છે. તેઓને તાત્કાલીક છોડી દેવા માટે મારી અંગત ભલામણ છે તે ધ્યાનથી સાંભળી તેઓને તાત્કાલીક છોડાવવાની વ્યવસ્થા કરો,તેવી રીતે વોટસઅપ કોલ કરેલ….
આ દરમ્યાન પોલીસ અધિક્ષકની સરપ્રાઇઝ મીટીંગ પુર્ણ થતા ASI ભરત પટેલે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી આ અંગે મુખ્યમંત્રીના કાર્યાલયથી નીકુંજ પટેલ નામના સરકારી ઓફીસર અંગે ખરાઈ કરાવતા આવા કોઇ વ્યકિત મુખ્યમંત્રીના કાર્યાલયમાં સરકારી નોકરી ન કરતા હોવાનું સામે આવ્યું હતું.આમ પોતે સરકારી અધિકારી ના હોવા છતાં નિકુંજ પટેલ મો.નં.૭૬૦૦૪૪૨૦૫૫ વાળાએ સરકારી ઓફીસર તરીકે નોકરી કરતા ન હોવા છતા તેઓ સરકારી ઓફીસર હોય તેવી ખોટી ઓળખ આપી સરકારી ઓફીસર તરીકેનુ નામ ધારણ કરી સાયબર ક્રાઇમના ગુનામાં પકડાયેલ આમીર અસલમ ગરાણાને તાત્કાલીક છોડી દેવા માટે જણાવતા એલસીબીએ તત્કાલ અસરથી અમદાવાદથી ખાતેથી નિકુંજ પટેલને ઉપાડી લઇ અને સીટી એ ડીવીઝન પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ શખ્સ અગાઉ કોઈ ગુન્હાઓમાં ઝડપાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ તજવીજ એલસીબી ચલાવી રહી છે.