Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લામા પ્રોહી બુટલેગર્સ તથા અસામાજીક ઇસમો ઉપર કડક કાર્યવાહીના ભાગરૂપે પાસા દરખાસ્તો ધડાધડ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી ગુન્હાખોરીની દુનિયામાં માથું ઊંચકી રહેલ દીવલા ડોન સામે પોલીસ વિભાગ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટે લૂંટ, ધાકધમકી, ખંડણી, ઘરફોડ, પ્રોહીબીશન જેવા 25 થી વધુ ગુનામાં સંડોવાયેલ દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ રહે.મચ્છરનગર, શાંતીનગર-6, જામનગર વાળાનું પાસા વોરંટ ઇસ્યુ કરતા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.પી.ગોહિલ અને શરદ પરમાર તથા હીરેન વરણવાએ જરૂરી કાર્યવાહી કરી, દીવલા વિરૂધ્ધ પાસા વોરંટની બજવણી મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ મોકલી આપવા તજવીજ કરેલ છે. મહત્વનું છે કે દીવલા ડોન સામે આ અગાઉ બે વખત પાસા હેઠળ કાર્યવાહી થઇ ચુકી છે અને આ ત્રીજી વખત તેની વિરુધ પાસાની કાર્યવાહી થઇ છે.