Mysamachar.in:જામનગર
આજના સમયમાં સામુ જોવા જેવી બાબત કોઈ પાસે થૂંકવા જેવી બાબતમાં પણ બોલાચાલી થઇ જ્યાં અને ક્યાંક તો હત્યા કે જીવલેણ હુમલા સુધી મામલો પહોચી જાય આવો જ એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો જ્યાં જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુસુફભાઈ સાંઘાણી અને તેના પત્ની કૌશરબેન ઉપર થુંકવા જેવી સામાન્ય બાબતમાં પાડોશમાં રહેતા ઇર્શાદ મોહમદભાઈ મગીડા અને તેના ભાઈ ફૈઝલ ઉર્ફે બોદુ મોહમ્મદભાઈ મગીડાએ લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં યુસુફભાઇને ગંભીર ઇજા થવાથી સારવારમાં મૃત્યુ નિપજ્યું છે, અને બનાવ હત્યામાં પરિણમ્યો છે. જયારે કૌસરબેનને પણ પેટના ભાગે તથા શરીરના અન્ય ભાગે છરી અને લોખંડના પાઇપની ઈજા થઈ હોવાથી તેની જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ અંગે પોલીસ મથકે જાહેર થયેલ વિગત એવી છે કે દિવાળી સમયે મરણજનાર યુસુફભાઇ પોતાના મકાનના ઉપરના માળેથી નીચે થુંકતા નજીકમાં રહેતા આરોપીના મકાનની ડેલી પાસે થુંકની પિચકારી ઉડીને જતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાબતે અગાઉ ઘરમેળે સમાધાન થઇ ગયુ હતું, ત્યારબાદ ગઇકાલે યુસુફભાઇના થુંકની પિંચકારી આરોપીના ઘરની ડેલી પાસે જતા આ બાબતનો ખાર રાખીને ઇર્શાદ અને બોદુએ અપશબ્દો બોલી યુસુફભાઇ સાથે ઝપાઝપી કરી આજે તને પતાવી દેવો છે તેમ કહી છરી, પાઇપ વડે હુમલો કરી ઇજા પહોચાડી હતી, જેમાંથી એકનું મોત નીપજ્યું છે જયારે એક સારવાર હેઠળ છે, જયારે પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.