Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ગત તા.18 જુન ના રોજ ફરીયાદી રાકેશ મનહરભાઇ શેઠ ’’શ્રી મહાવીર ટ્રેડીંગ કંપની’’ નામની દુકાનમા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ દુકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી દુકાનમા તીજોરીમાંથી રોકડ રૂપીયા 10,85,000/- ની ચોરી થવા અંગેનો ચોરીનો બનાવ સામે આવતા પોલીસ અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી હતી.
દરમિયાન જામનગર એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો કાર્યરત હતી દરમિયાન એલસીબી ASI સંજયસિંહ વાળા, દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા તથા યશપાલસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે ધ્રોલ તાલુકાના માણેકપરગામના પાટીયા પાસેથી આરોપી પ્રકાશ ઉર્ફે પકો જેન્તીભાઇ કુઢીયા રહે.મોરબી વાળાના કબ્જામાંથી ચોરી કરી મેળવેલ રોકડ મો.ફોન, મો.સા.-વિગેરે સાથે પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અટક કરેલ આરોપી પ્રકાશ ઉર્ફે પકો જેન્તીભાઇ કુઢીયા રોકડ રૂપીયા 2,00,000/- આઇફોન કિ.રૂ.40,000/- (જે ચોરીના પૈસામાથી રોકડ રૂપીયા માંથી ખરીદ મોબાઇલ ફોન) ચોરી કરવામા ઉપયોગ મા લીધેલ સાધનો પકડ, લોખંડ કાપવાની તણી, વાંદરા ટોપી અને એક મોટરસાઈકલ પબ કબજે કરવામાં આવ્યા છે.
આ ગુન્હામાં હવે અનીલ રામાભાઇ સોલંકી રહે. રાજકોટ અને પરેશ નરશીભાઇ સોલંકી રહે.જેતપુરવાળાને ઝડપી પાડવા જામનગર એલસીબી ટીમના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, હિરેનભાઇ વરણવા, ફિરોઝભાઇ ખફી, બલવંતસિંહ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર, સુરેશભાઇ માલકિયા પ્રયાસ કરી રહ્યા છે.