Mysamachar.in:જામનગર
જામનગર નજીક લાખાબાવળ ગામના પાટીયા પાસે આવેલ ખુબ જાણીતા એવા સેવન સીઝન રીસોર્ટમાં જુગાર રમતા આઠ ઇસમો તથા એક સ્ત્રીને રોકડ મોબાઇલ ફોન, ફોરવ્હીલ મળી કુલ રૂ.9,24,900/- મુદામાલ સાથે જામનગર એલસીબીએ ઝડપી પાડ્યા છે નવાઈની વાત એ છે કે ખેલાડીઓ છેક પોરબંદર અને જામજોધપુરથી દાવ અજમાવવા આવ્યા હતા પણ એલસીબીએ દાવ બગાડી નાખ્યો છે.
એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હરદીપભાઇ ધાધલ, શીવભદ્રસિંહ જાડેજા તથા ફીરોજભાઇ ખફીને મળેલ ખાનગી હકિકત આધારે જામનગર ખંભાળીયા હાઇવે રોડ ઉપર લાખાબાવળ ગામના પાટીયા પાસે આવેલ સેવન સીઝન રીસોર્ટમાં પોરબંદરનો રહેવાસી રાજનભાઇ નાગાજણભાઇ ઓડેદરા અન્ય માણસના નામે રૂમ બુક કરાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. તેવી હકિકત આધારે રેઇડ દરમ્યાન 8 પુરુષો અને 1 સ્ત્રીને રોકડ રૂ.2,49,900/- ગંજીપતાના પાના નંગ- 52, મોબાઇલ ફોન નંગ-8 કિ.રૂ.75,000/- અર્ટીગા કાર કિ.રૂ.4,00,000/- તથા ઇકો કિ.રૂ.2,00,000/- તથા ગંજીપતાના કેટ નંગ-2 મળી કુલ રૂ.9,24,900/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધ દોલતસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પીએસઆઈ એસ.પી.ગોહિલએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રેઇડ દરમ્યાન પાચ આરોપીઓ નાશી ગયેલ હોય જેઓને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.
પકડાયેલ આરોપીઓઃ-
– રાજનભાઇ નાગાજણભાઇ ઓડેદરા રહે, બોખીરા, તુમડા વિસ્તાર, હનુમાન ડાડાના મંદિર પાછળ, પોરબંદર
– દેવશીભાઇ લાખણશીભાઇ ઓડેદરા રહે. ભાવપરાગામ તા.જી.પોરબંદર
– પોપટભાઇ ભીમાભાઇ ઓડેદરા રહે. રોકડીયા હનુમાન મંદીર પાસે, ગીતાનંગર ગેટની બાજુમાં પોરબંદર
– દિલીપભાઇ હમીરભાઇ મોઢવાડીયા રહે. મીલપરા શેરી નંબર-2, કડીયા પ્લોટ પોરબંદર
– પ્રતિકભાઇ રમેશભાઇ જોષી રહે. સન્યાશી આશ્રમ પાસે, ગંજીવાડો, જામજોધપુર જી.જામનગર
– વિરેન્દ્રભાઇ રાણશીભાઇ ધારાણી રહે. રાજાણી મીલ પ્લોટ, જામજોધપુર જી.જામનગર
– હરદાસભાઇ નાગાજણભાઇ ઓડેદરા રહે. રોકડીયા હનુમાન મંદિર પાસે, મારૂતી પાર્ક, પોરબંદર
– દિલીપભાઇ પ્રભાશંકરભાઇ વ્યાસ રહે. તીરૂપતી સોસાયટી, જામજોધપુર જી.જામનગર
– મધુબેન પુનાભાઇ ધરણાંતભાઇ સુવા રહે. ખાખીજાળીયાગામ તા.ઉપલેટા જી.રાજકોટ
-પકડવાના બાકી આરોપીઓ:-
– ભાયાભાઇ ઓડેદરા મેર રહે. કોટડાગામ તા.કુતીયાણા જી.પોરબંદર,
– અજયભાઇ ખુટી રહે. બોખીરા તુબડા વિસ્તાર, પોરબંદર,
– ભીમભાઇ ઓડેદરા મેર રહે. કોટડાગામ તા.કુતીયાણા જી.પોરબંદર,
– ગુલાબભાઇ વ્યાસ રહે, જામજોધપુર જી.જામનગર,
– મુનાભાઇ ઉર્ફે ચીતો પરસાણીયા પટેલ રહે. જામજોધપુર જી.જામનગર,
– સચીનભાઇ સીપરીયા રહે. જામનગર (સેવન સીઝન રીસોર્ટમાં રૂમ બુક કરાવનાર)