Mysamachar.in:જામનગર
જામનગર નજીક મેઘપર પડાણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા રંગપરથી કાનાલુસ તરફ જતા રસ્તા પર ગત બપોરના સમયે એક કમિશન એજન્ટ જે 20 લાખ રોકડ ભરેલ થેલો લઈને જતો હતો તેની આંખમાં મરચાની ભૂંકી નાખી લુંટ ચલાવવાની ઘટના બાદ પોલીસ દોડતી થઇ હતી અને લુંટારાઓના સગડ મેળવવા અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરી છે, ઘટના બાદ એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો તપાસમાં કામે લાગી છે, ત્યારે લાલપુરના રંગપર ગામે રહેતા અવેશ દોસમામદ ખીરા જે કમીશન એજન્ટનું કામ કરે છે તેને નોંધાવેલ ફરિયાદમાં તેવો જણાવે છે કે,
મે જામનગરની એસ. મહેન્દ્રકુમાર પેઢીના મનુભાઈ પાસેથી લીધેલ બીયારણના રૂપીયા આપવા જવાનુ હોય હું જેથી મેં મારા બેંક ઓફ બરોડા જી.એસ.એફ.સી. શાખાના ખાતા માંથી રૂ.1,20,000/-ઉપાડી તેમજ મારી પાસે ખેડુતોને વેચાણ કરેલ બીયારણના ઉઘરાણાના ઘરે પડેલ રૂપીયા મળી કુલ આશરે 20,00,000/- રૂપીયા મારા મીલીટ્રી પેટર્નનો લીલા-ભુરા-કાળા કલર ના થેલામાં રાખી બપોરના અઢી વાગ્યા આસપાસ મારુ હીરો એચ.એફ. ડીલક્સ મોટરસાયકલ રજી.નં.- જી.જે.10.ડીપી.3034 લઈ જામનગર ખાતે મનુભાઇને રૂપીયા દેવા જવા નીકળેલ હતો,
અને રંગપર ગામે થી કાનાલુસ જતા કાચા રતા ઉપર જતો હતો દરમ્યાન બપોરના 02:45 આસ-પાસ ચોરી મોરા ધાર વાળી સીમ માં બાવળની ઝાડી પાસે પહોંચતા રસ્તા માં એક કાળા કલરનુ સ્પ્લેન્ડર જેવું મોટરસાયકલ ઉભેલ હતુ જે પાછળ ગારા વાળુ હોવાથી નંબર દેખાતા ન હતા અને મોટરસાયકલના આગળના ટાયર પાસે એક આશરે 27-28 વર્ષની ઉંમરનો છોકરો બેઠો હતો અને બીજો આશરે 40-50 વર્ષની ઉમરનો માણસ મોઢે પીળા કલર જેવો રૂમાલ બાંધેલ ઉભેલ હતો જેઓએ મને રોકતા મે મારૂ મોટરસાયકલ ઉભું રાખતા ઉભેલ 40-50 વર્ષની ઉમર વાળા માણસે મારા મોઢા તથા આંખ ઉપર મરચાની ભૂકી નાખતા મારી આંખે બળવા લાગેલ દરમ્યાન તે બન્ને જણા મારી પાસેનો 20,00,000/- રૂપીયા ભરેલ થેલો ખેંચવા લાગેલ જેથી મેં થેલાનો પટ્ટો પકડી રાખતા થેલાનો પટ્ટો તૂટી ગયેલ અને મારા હાથમાં રહી ગયેલ અને હું મોટ રસાયકલ પરથી નીચે પડી ગયેલ અને મે આંખો ચોરતા ચોરતા આંખો ખોલી જોતા તે બન્ને જણા થેલો લઈ કાનાલુસ તરફ જતા હતા.
બાદ મને આંખમાં બહુ બળતરા થતી હોય મે મારો હાથ રૂમાલ કાઢી મારી આંખો તથા મોઢું સાફ કરેલ અને મારા મોબાઇલથી મારા મોટા બાપુના દીકરા મોસીનને ફોન કરી બનાવની જાણ કરી મારી પાસે બોલાવેલ અને બાદ મોસીન તથા મારા પિતા તથા હાજીભાઈ તથા હનીફભાઈ વિગેરે આવી ગયેલ અને મને નજીકમાં એક પાણી ભરેલ ખાડા પાસે લઈ જતા ત્યાં મે મારૂં મોઢું તથા આંખો સાફ કરેલ અને બાદ મેં હું જેને રૂપીયા દેવા જતો હતો તે મનુભાઈને ફોન કરી આ બનાવની જાણ કરેલ અને બાદ અમોએ આજૂ-બાજૂમાં તથા સીમ વિસ્તાર માં તપાસ કરેલ પરંતુ મારી પાસેથી રૂપીયા ભરેલ થેલો લુટી જનાર કે અન્ય માહીતી મળેલ નહી જેથી પોલીસને જાણ કરી પોલીસ ફરિયાદ લખાવેલ છે.