Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકામાં રહેતા રામદેભાઈ જેઠાભાઈ પરમાર યુવાનને રાણપર ગામના સીદીયા ભીમા તથા ટીંબડી ગામના રામકા રાયદે સોલંકી નામના બે શખ્સોએ ફોન કરીને કપુરડી ગામના પાટીયા પાસેના ચેકડેમ નજીક બોલાવ્યો હતો. જ્યાં બન્ને શખ્સોએ ફરિયાદી રામદે જેઠાભાઈને બિભત્સ ગાળો કાઢી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી રામદેભાઈના પત્નીનો ફોટો આરોપી રામકા સોલંકીએ પોતાના મોબાઈલમાં રાખ્યો હતો. જેથી ફરિયાદી રામદેભાઈએ આરોપી રામકાની પત્નીનો ફોટો પોતાના મોબાઈલમાં રાખ્યો હતો. આ બાબતે થયેલા મનદુઃખમાં ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506(2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.