Mysamachar.in:જામનગર
આપણે ત્યાં કહેવત છે ને કે જર જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરું….આવા જ એક જમીન ખાલી ના કરવાના મામલામાં એક વૃદ્ધને બેરહમીથી ઠાર જીપ ફેરવી દઈ અને હત્યા કર્યાનો મામલો જામનગર જીલ્લાના લાલપુર નજીકના નવગામમાં સામે આવ્યો છે. આ અંગેની પોલીસ મથકે જાહેર થયેલ વિગતો એવી છે કે…આ કેસના ફરિયાદી ભરત કેશવાલાએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી બળદેવ ગોરાણીયા તેમના કબજા ભોગવટાની જમીન હડપ કરી જવા જમીન ખાલી કરાવવા અવાર નવાર ધાક-ધમકીઓ તેમજ મારી નાખવાની ધમકીઓ આપતો હોઈ,
પરંતુ ફરીયાદી ભરત કેશવાલા તેમજ મરણ જનાર ફરીયાદીના પિતા ભીખાભાઈ બાધાભાઈ કેશવાલા ઉ.વ-65 વાળાઓએ આરોપીના કહેવા મુજબ જમીન ખાલી નહિ કરતા આજે આરોપીઓ બળદેવ સવદાસ ગોરાણીયા તથા તેનો ભાઈ, સંજય સવદાસ ગોરાણીયા રે-સાપર તા-જી-જામનગર તથા એક અજાણ્યો ઈસમ નંબર વગરની થાર કારમાં જઈ ફરીયાદી ભરત કેશવાલાના પિતાને ઢીકા-પાટુનો માર મારી તેમજ ઢસડી પલંગ ઉપરથી નીચે પછાડી ઠાર કારથી ઠોકર મારી ઈજાઓ કરી ખુન નીપજાવી એકબીજાની મદ્દ્દગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ મેઘપર પડાણા પોલીસ મથકમાં નોંધાતા પીએસઆઈ વાય.બી.રાણા આગળની તપાસ તજવીજ હાથ ધરી છે.