Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
વાત થોડા દિવસો પૂર્વેની છે જયારે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા અને શિવરાજપુર બીચ આસપાસ પાર્ક થયેલ કારના એક બાદ એક કાચ અને લોક તોડી કારમાં રહેલ કીમતી માલસામાનની ચોરીની ઘટના બાદ આ તસ્કર વધુ યાત્રિકોની કારને નિશાન ના બનાવે તે માટે દ્વારકા જીલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શનમાં દેવભૂમિ દ્વારકા એલસીબી પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહિલ અને તેની ટીમ રાત દિવસ એક કરી રહી હતી જેને અંતે સીસીટીવી કેમેરાની રેંજમાં ના હોય તેવી કારને નિશાન બનાવતા ઇસમ સુધી પહોચવામાં પોલીસને સફળતા મળી છે. અને એક બે નહિ પણ આ ઇસમેં રાજ્યના અલગ અલગ જીલ્લોમાં ગુન્હાઓને અંજામ આપ્યાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.
ગત તારીખ 26/05/2023 ના રોજ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગત મંદીરના પાર્કીંગમાં પાર્ક થયેલ ત્રણ ફોરવ્હીલ કારના કાચ તોડી તેમજ શીવરાજપુર બીચ ખાતે એક ફોરવ્હીલ કારના કાચ તોડી કારની અંદરથી કીંમતી સામાન, દાગીના તેમજ રોકડ રૂપીયાની ચોરીઓના બનાવ બનેલ હોય જે ચોરીના બનાવની ગંભીરતા ધ્યાને એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહીલ દ્વારા સ્થળ વિઝીટ કરી ઉપરોક્ત ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી શાખાની એક ટીમ બનાવી આ ટીમ દ્વારા છેલ્લા એકાદ વર્ષમાં ગુજરાતના આવા મોટા ધાર્મીક સ્થળો પર ભુતકાળમાં આવા ઉપરોક્ત ચોરીના બનાવો બનેલ હોય જે બનાવોની વિગત મેળવી તેમજ અગાઉ આ પ્રકારના ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓની માહીતી મેળવવામાં આવી તેમજ ટેકનિકલ એનાલીસીસ કરી અમુક શંકાસ્પદ ફોર-વ્હીલર વાહનો ના નંબર મળેલ જે E-Gujcop_portal પરથી વાહનોના માલીક તેમજ આ વાહનોની ગતિ-વિધીઓ મેળવી વિશેષ એકત્રિત કર્યા બાદ,
એલ.સી.બીના એ.એસ.આઇ અજીતભાઇ બારોટ, મસરીભાઇ ભારવાડીયા, ભરતભાઇ ચાવડાને મળેલ હકીકત આધારે ખંભાળીયા-દ્વારકા હાઇવે રોડ પર આવેલ પાયલ હોટલ પાસેથી અકીલભાઇ સલીમભાઇ વોરા ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે-આણંદ, અમીના મંજીલ, રેલ્વે ફાટકની બાજુમા, તા.જી-આણંદવાળાને ચોરીમાં ગયેલ મુદામાલ તથા ગુન્હામાં વપરાયેલ ઇનોવા કાર સાથે પકડી પાડી આગળની ધોરણસર કાર્યવાહી કરવા દ્વારકા પો.સ્ટે ખાતે સોપી આપેલ છે. આરોપીએ દ્વારકા ખાતે ચોરી કરવા માટે આવેલ તે પહેલા સોમનાથ મંદીર ખાતેથી બે કારના કાચ તોડી ચોરી કરેલની વિગત જણાવેલ. ઉપરાંત ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ મથકમાં ખેડા, વડોદરા, અમદાવાદ, મહેસાણા, ગોધરા વગેરે જીલ્લાના પોલીસ મથકોમાં પણ ગુન્હાઓ નોંધાયેલ હોવાનું રેકોર્ડ તપાસતા સામે આવ્યું છે.
પોલીસ દ્વારા ઝડપાયેલા શખ્સ પાસેથી રોકડ રૂપીયા 30000/-, લીલા કલરના હેન્ડલ વાળી ડીસમીસ નંગ-2 કિ.રૂ.20, કેમેરાની બેગમાંથી મળી રોકડા રૂપીયા 40000/-, સ્માર્ટવોચ કુલ-7 કિ.રૂ.4000/-, ભારતીય ચલણના અલગ અલગ સિક્કા કિં.રૂ.432/-, એક કેનન કંપનીનો કેમેરો કિ.રૂ.25000/-, અન્ય કોસ્મેટીકની ચીજવસ્તુઓ કિ.રૂ.4500/-, ઇનોવા કાર રજી.નંબર GJ-06-FC-3806 ની કિ.રૂ. 5,00,000/-, કુલ કિ.રૂ.6,03,952/- કબજે લેવામાં આવ્યા છે.
-કઈ પદ્ધતિથી ગુન્હો આચરતો હતો…
આરોપી દ્વારા તેની ઇનોવા કાર લઇ તેમાં તેના પરીવારની સ્ત્રીઓ તેમજ નાના બાળકો બેસાડી ગુજરાત તેમજ અન્ય રાજ્યના મોટા ઘાર્મીક સ્થળો પર જાહેરમાં પાર્ક થયેલ કાર કે જે કાર સી.સી.ટી.વી કેમેરાની રેન્જમાં ન આવતી હોય તેવી કારની બાજુમાં પોતાની ઇનોવા કાર પાર્ક કરી પ્રથમ આરોપી ડીસમીસ દ્વારા કારનો એક કાચ તોડી દરવાજો ખોલી તેની સાથેના કોઇ બાળકને કારમાં બેસાડી કારના ડેસબોર્ડે ડેકી જેવી જગ્યાએ રાખેલ કીમતી સામનની ચોરી કરે છે તથા આવન જાવન દરમ્યાન પોલીસ ચેકીંગમાં શંકા ન જાય તે માટે મુસાફરોને લીફ્ટ આપી પોતાની કારમાં બેસાડે છે.