Mysamachar.in:જામનગર
જામનગર શહેરના સીટી બી ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાં આવતા એવા ધરારનગર વિસ્તારમા CID CRIME ગાંધીનગરને માહિતી મળતા રાજકોટ એકમ દ્વારા આ મામલે ગતરોજ રેડ કરવામાં આવી હતી જેમાં 7 ઈસમો ઝડપાઈ ચુક્યા છે જયારે એક ફરાર થઇ ચુક્યો છે. જામનગરના ધરારનગર વિસ્તારમાં કેટલાક શખ્સો વર્લીમટકાનો અખાડો ચલાવે છે એવી હકીકતના આધારે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ જામનગર એકમની ટુકડી ત્રાટકી હતી, દરોડા દરમ્યાન મિલન વર્લીમટકાનો જુગાર રમતા ધરારનગર-1 ઇદમસ્જીદની બાજુમાં રહેતા અજીજ કાસમ હાલેપોત્રા, હાઉસીંગ બોર્ડ ચાલી રુમ નં.91માં રહેતા ઇકબાલ મહમદ શેખ, ધરારનગર-1 માં રહેતા જાવીદ હાસન શેખ, મુસ્તાક દાઉદ માંડવાણી, અબ્દુલ નામોરી ઘોઘા, રફીક ઉમર નાઇ અને કાસમ વલીમામદ શેઠા નામના શખ્સોને મોબાઇલ નંગ 7, આંકડા લખેલી ચિઠ્ઠીઓ, તેમજ 21500ની નોટો મળી કુલ 56580નો મુદામાલ કબ્જે કરાયો છે,
દરોડામાં ગુલામભાઇ ઉર્ફે ગુલામ બુકી મોટાભાઇ કુંગડા નામનો શખ્સ હાજર મળી આવ્યો નહોતો જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઈમના રાજકોટ ઝોન જામનગર એકમ ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટુકડી ત્રાટકતા પોલીસબેડામાં આ મામલો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, આ અંગેની વિધિવત ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં દાખલ થઇ છે.