Mysamachar.in:રાજકોટ
રાજકોટ જીલ્લાના આજી વસાહત જીઆઈડીસીમાં આવેલ અમુલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સામે કાલાવડ પોલીસ મથકે એક કર્મચારીને મરી જવા મજબુર કર્યા સબબની ફરિયાદ દાખલ થઇ છે તેની વિગતો એવી છે કે… અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લીમીટેડના ભાગીદાર સુરેશભાઇ કેશવજીભાઇ સંતોકી તથા અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લીમીટેડના ભાગીદાર નીતીનભાઇ કેશવજીભાઇ સંતોકી તથા અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લીમીટેડના અન્ય ભાગીદારો જે તમામ રાજકોટ ખાતે વસવાટ કરે છે તે તમામએ ફરીયાદીના કાકાના દીકરા મરણજનાર વિક્રમભાઇ સુખાભાઇ બકુત્રા ઉ.વ.36 વાળાનાઓએ ક્રેડીટ કાર્ડ લોન લીઘેલ હોય, જે લોનના નાણા ચડત થઇ જતા તેમજ અમુલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો દ્રારા છેલ્લા છએક મહીનાનો ૫ગાર ન ચુકવતા હોય,
જેના ત્રાસથી તથા આર્થીક સંકળામણથી મરણજનારને મરવા માટે મજબુર કરતા મરણજનારથી ત્રાસ સહન ન થતા પોતે પોતાના હાથે ગઇ તા.26/05/2023 ના બપોરના આશરે સાડા અગીયારેક વાગ્યે કાલાવડ જી.આઇ.ડી.સી.ના વંડાની અંદર પોતાના શરીરે જાતે પેટ્રોલ છાંટી પોતાની જાતે સળગી જતા સારવારમા દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન મરણ ગયા બાદ મૃતકના ભાઈ જે પણ આ કંપનીના જ કર્મચારી હોય તેના દ્વારા કાલાવડ ટાઉન પોલીસ મથકમાં કલમ 306 હેઠળ અમુલ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા કાલાવડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં રાજકોટ સ્થિત ઇન્ડસ્ટ્રીઝ ખાતે મોટી સંખ્યામાં કંપનીના કામદારો એકત્ર થઇ જતા સ્થિતિ વધુ ના વણસે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો હોવાનું જાણવા મળે છે.