Mysamachar.in:જામનગર
છેલ્લા કેટલાક સમયથી હાલારમાં બેંક અને એટીએમ સેન્ટરો નજીક રેકી કરી અને પૈસા લઈને બહાર નીકળતા લોકોને વાતોમાં વ્યસ્ત કરી અને પૈસા ઉઠાવી જવાની ઘટનાઓ સામે આવી હતી જેને લઈને જામનગર એલસીબી સીસીટીવી સહિતની મદદથી આવા ગુન્હાઓનો ભેદ ઉકેલાય તે માટે પ્રયત્નશીલ હતી, પોલીસ ઇન્સ્પેકટર જે.વી.ચૌધરીના માર્ગદર્શનમાં રહેલ એલ.સી.બી.ના સંજયસિંહ વાળા, દિલીપભાઈ તલાવડીયા, યશપાલસિંહ જાડેજા અને હિતેન્દ્રસિંહ જાડેજાને બાતમીદારોથી હકિકત મળેલ કે, ધ્રોલ તથા જામખંભાળીયા મુકામે ખેડુત બેન્કમા પૈસા ભરવા કે ઉપાડવા જતા ત્યારે તેઓની નજર ચુકવી ચોરી કરનાર બે પુરુષ તથા એક મહિલા જેઓ જામનગર દિગ્જામ સર્કલ થી ખોડીયાર કોલોની મેર સમાજની વાડી તરફ આવી રહેલ હોવાની હકિકત આધારે વોચ દરમ્યાન વિક્રમ કાના બાવરી, રામ કાન્તિલાલ બાવરી અને ચાંદની ધનરાજ વાનખેડે આ ત્રણેયને પકડી પાડી તેઓની યુકિતપ્રયુકિતથી સઘન પુછપરછ કરતા ધ્રોલ તેમજ જામખંભાળીયામાં એમ બે ગુન્હાઓ આચરેલા હોવાની કબુલાત આપેલ છે.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ બેન્ક અને એટીએમ આગળ રેકી કરી, કોઇ વ્યકિત બેન્કમા પૈસા ભરવા કે ઉપાડવા જતા હોય ત્યારે આરોપીઓ માણસોની ભીડનો લાભ લઇ નજર ચુકવી, પોતા પાસે રહેલ બ્લેડ વડે પેન્ટના ખિસ્સામાં કાપો કે હાથમાં રહેલ થેલીમાં કાપો મારી પૈસાની ચોરી કરી ગુનાને અંજામ આપતા હતા પોલીસે આરોપીઓ પાસેથી 95000 કબજે કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.