Mysamachar.in:જામનગર
સોશ્યલ મીડિયા દ્વારા થતા ફાયનાન્સીયલ ફ્રોડના ક્રાઈમ જેમકે ક્રીપ્ટો કરન્સીના વેંચાણના નામે છેતરપીંડી જેવા ગુના અટકાવવા જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝા ના માર્ગદર્શનમાં ટીમો કાર્યરત છે, એવામાં જામનગરમાં નોકરી કરતા વ્યક્તિને ઇન્સ્ટાગ્રામમાં “BUY USDT IN INDIA BY CASH” નામની ક્રીપ્ટો કરન્સી વેચવાની ની ફેક પ્રોફાઇલ બનાવી પોતે સેલર તરીકે ની ખોટી ઓળખ આપી ફરીયાદી સાથે ઇન્સટાગ્રામ તથા વોટ્સએપમાં ચેટ કરીને અને ફરીયાદીના એકાંઉંટમાં નાની નાની રકમ ઇન્વેસ્ટ કરાવ્યા પછી સામે ક્રીપ્ટો કરન્સી આપતા અને ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદીને “મોટી રકમનું રોકાણ કરી એક સાથે લાભ લો” એવું કહી લલચાવી ફરીયાદીના બીજા એકાઉન્ટમાંથી 02,03,825/- ની છેતરપીંડી બાબતની ફરીયાદ મળતા હાથ ધરવામાં આવેલ તપાસમાં ક્રીપ્ટો કરન્સીના વેંચાણના કરનાર આરોપીના એકઉન્ટની ડીટેલ મંગાવી તેમજ ATM વિડ્રોલના CCTV ફુટેજ મંગાવી તેનું એનાલીસીસ કરતા એકાઉન્ટ ધારકની તપાસ દરમ્યાન સુરત ખાતેથી સાયબર ક્રાઈમની ટીમ ગુનામાં સંડોવાયેલ આરોપી મહેશ વૃજલાલ મુંગરાને ઝડપી પાડી અટક કરેલ વધુ પુછતાછ હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપી ફરીયાદીને ફ્રોડ થી મેળવેલ નાણાંને બેંક અકાઉન્ટમાં મેળવી અને એ નાણાને ATM તથા એક થી પૈસા વિડ્રોલ કરતો, અને પછી કમીશન લઇ અન્ય આરોપીઓના ખાતામાં મોકલાવી આપતો અને સહ આરોપીઓના કહેવાથી તેમના એકાઉન્ટ થી બાઇનાન્સ પ્લેટફોર્મમાં બનાવેલ એકાઉંટમાંથી ક્રીપ્ટો વેચવા ખરીદવાનું કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.