Mysamachar.in:જામનગર
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની ધાક ઓસરી રહી છે અને ગુન્હા કરનાર ગુન્હેગારોને પોલીસનો નામ માત્રનો ડર રહ્યો નથી તેવી સ્થિતિ વચ્ચે પોલીસ પર અવારનવાર હુમલાના હત્યાની કોશીસના બનાવો સામે આવે છે જે ગંભીર બાબત છે, એક તો પોલીસ પોતાની ફરજ બજાવે અને તેની પર હુમલો થાય તે કેમ ચલાવી લેવાય…? થોડા દિવસો પૂર્વે જોડિયા પીએસઆઈ અને સ્ટાફ પર કાર ચડાવી દેવાના પ્રયાસ બાદ આવી જ વધુ એક ઘટનાનું પુનરાવર્તન જામનગર શહેરની સી ડીવીઝન પોલીસ સાથે થયું છે.
પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો પર નજર કરીએ તો જામનગર સી ડીવીઝન પોલીસ સ્ટાફના માણસો ગત સાંજે રવિપાર્ક વિસ્તારમાં એક માથાકૂટના બનાવ સંદર્ભે જેની સામે આક્ષેપ હતા. તે પિતા પુત્ર સહિતનાઓને લેવા માટે તેના ઘરે પહોચી ત્યારે આ ઘટના બની હતી, સરકારી ફરજના ભાગરૂપે આરોપીઓની તપાસમાં જતા અને આરોપીઓને પોલીસ સ્ટેશને સાથે આવવા સમજાવતા આરોપીઓ કહેવા લાગેલ કે તમારી સાથે પોલીસ સ્ટેશને આવવું નથી તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઈ જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ,
અને અમો અમારી રીતે પોલીસ સ્ટેશને આવ્યે છીએ તેમ કહી તેઓની સ્કોર્પીયો કારમાં જબરજસ્તી બેસી જઈ સંજયભાઇ કાનાભાઇ ભુતીયાએ તેઓની સ્કોર્પીયો કાર રજી.નં.GJ-10-AC-8183 ની ઓચીંતા ચાલુ કરતા સાથે રહેલા અન્ય શખ્સો કાનાભાઇ કેસુરભાઇ ભુતીયા તથા ભાવેશ કાનાભાઇ ભુતીયા કહેવા લાગેલ કે આ પોલીસ વાળા ઉપર સ્કોર્પીયો ચડાવી દે એટલે આડા આવતા મટે તેમ કહી જાનથી મારી નાખવાના ઇરાદે સંજયભાઇ ફરીયાદી પોલીસકર્મી જાવેદ વજગોળ ઉપર ગાડી ચડાવવા જતા એકદમ દુર જવા જતા જમણા પગમાં ગાડી ચડાવી દઇ પંજાના ભાગે ઇજા કરી ફરીયાદીની કાયદેસરની સરકારી ફરજમાં રૂકાવટ કરી ગુન્હામાં એકબીજાને મદદગારી કર્યા સબબનો ગુન્હો સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયો છે.