Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં એક આધેડે પોતાને ગામ છોડી દેવાની ધમકી આપનાર અને હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ભોગ બનનારનો પુત્ર અને આરોપીની પુત્રી વચ્ચે થયેલ મેસેજમાં વાતચીતને લઈને મામલો ગરમાયો હોવાનું સામે આવી રહ્યું છે, પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ કાલાવડના ધૂનધોરાજી ગામ નજીક ગતરોજ અનવર હાજીભાઇ મથુપૌત્રા પસાર થઇ રહ્યા હતા, ત્યારે તેના મોટરસાયકલને યુનુસ તૈયબભાઈ નામના શખ્સે પોતાની કાર વડે ઠોકર મારતા અનવરભાઈ બાઈક પરથી ફંગોળાઈ ગયા હતા. ત્યારબાદ મોટરસાઈકલને ઠોકર મારનાર આરોપી યુનુસએ બેફામ ગાળો ભાંડી અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજાઓ પહોચાડી હતી. જે બાદ આરોપીએ પોતાની પાસે રહેલ બંદુક ફરિયાદી અનવરભાઈ સામે તાકી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ સુત્રો મુજબ આજથી છ માસ પહેલા આરોપી યુનુસ તૈયબ ભાઇ વાળાની દીકરી અને ઘાયલ અનવરભાઈનો દીકરો બંન્ને મોબાઇલમા મેસેજ કરતા હોય જે આરોપી યુનુસને જાણ થઇ જતા ફરિયાદી અનવરભાઈને ગામ છોડીને જતુ રહેવાનુ કહ્યું હતું. અને ગામ છોડીને નહી જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી, ત્યારથી બંને વચ્ચે મનદુખ ચાલતુ હતુ, એવામાં ગતરોજ વધુ એક વખત આરોપીએ ફરિયાદી અનવરને રોકી અને બંદુક બતાવી હુમલો કર્યા સબબની પોલીસ ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઈ છે જેની તપાસ PSI એચ.વી.પટેલ કરે છે.