Mysamachar.in-જામનગર:
જામનગરમાં ચકચારી હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બહારના કોઈ નહિ પણ ઘરના જ ઘાતકી નીકળ્યાનું પોલીસ ચોપડે જાહેર થયું છે, આ અંગે મળતી વિગતો મુજબ ગોકુલનગર નજીક આવેલ સરદારનગર વિસ્તારમાં આજે સવારે એક આધેડની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા સી ડીવીઝન પોલીસે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરતા બનાવ હત્યાનો હોય તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ આધેડની હત્યા નીપજાવનાર પુત્ર અને પુત્રવધુ સામે હત્યાનો ગુન્હો દાખલ કરી દેવામાં આવ્યો છે.જેની વિગતો અનુસાર..
જામનગર શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય આધેડની ખાટલામાં બાંધી હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. આધેડનો મોઢે ડૂચો અને ગળેટૂંપો આપી હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવ્યું છે. આ કિસ્સામાં મરણ જનાર શંકર દાસ બંગાળીને આરોપી એવા તેના જ પુત્ર સુનીલ ઉ.વ.૩૦ વાળો ચોરી કરવાની ટેવ વાળો હોય જેથી મરણ જનાર શંકરદાસ સાથે અવાર-નવાર માથાકુટ થતી હોય અને એક બે દિવસ પહેલા પિતાની હત્યા નીપજાવનાર સુનીલે કોઇ જગ્યાએ ચોરી કરેલની મરણ નજર શંકરદાસને શંકા જતા આરોપી સુનીલને ઠપકો આપતા તેનો ખાર રાખી ગતરાત્રીના સમયે આરોપી સુનિલ અને તેની પત્ની સુનૈનાબેનએ શંકરદાસ ભુધરદાસને ખાટલામાં દોરી વડે હાથ પગ બાંધી દઇ ગળામાં દોરીથી ફાસી આપી મોઢે ડુમો આપી મોત નીપજાવી ગુન્હામાં એકબીજાને મદદગારી કર્યાનું સામે આવતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ સી ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.વાઘેલા ચલાવે છે.