Mysamachar.in:જામનગર
કાલાવડ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ચડી બનિયાન ધારી ગેંગ અલગ અલગ ઔધોગિક એકમોને નિશાન બનાવી અને ચોરી અને ચોરીના પ્રયાસોને અંજામ આપી રહી હતી, અને સ્થાનિક પોલીસ જો આરોપી ઝડપાઈ તો જ ફરિયાદ લેવાના મુડમાં હોવાને કારણે મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોચ્યો હતો જે બાદ અંતે આ ટોળકી હાથમાં આવી ચુકી છે જેની વિગતો પર નજર કરીએ તો,
કાલાવડ ટાઉન પોર્લીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા બેએક માસથી જુદા-જુદા કપાસના જીનીંગ તથા ઓઇલ મીલમાં ચોરીના બનાવો અંગે જામનગર રોડ તથા રણુજા રોડ તથા રાજકોટ રોડ વિસ્તારમાં આવેલ હોય આ રોડ પરના ગ્રામજનોને મળી ગામોમાં ગ્રામજનો દ્વારા સાવચેતી રાખી શંકાસ્પદ હિલચાલ જણાયે પોલીસને તુરંત જ માહીતગાર કરવા સુચનાઓ કરેલ.
જે આધારે ગ્રામજનો દ્વારા પણ ફરવાનું પણ ચાલુ કરવામાં આવેલ અને વિસ્તારમાં ખેત-મજુરી માટે પરપ્રાતિયોની હિલ-ચાલ પર વધુ ધ્યાન આપવામાં આવેલ જેના કારણે જશાપર ગામના ગ્રામજનોને તેઓના વાડી વિસ્તારમાં આવી શંકાસ્પદ હિલ-ચાલ જણાતા કાલાવડ પોલીસ સ્ટાફ સાથે અલગ-અલગ ટીમો સાથે તુરંત જ જશાપર ગામની સુરસાંગડા સીમ વિસ્તારમાં બાલાજી ફાર્મની પાછળની બાજુ તુરંત જ પહોંચી જોતા ત્યા 9 ઇસમો ત્રણ મોટર સાઇકલ પર ત્રિપલ સવારીમાં મળી આવેલ હોય.
જેથી તેઓની યુક્તિ – પ્રયુક્તિથી પુછ-પરછ કરતા તેઓ તમામ પ્રથમ તો ખેતીવાડી મજુરી કરતા હોવાનું જણાવતા પરંતુ તેમાથી એક ઇસમ મુન્તલભાઇ ઉર્ફે મોહન ઉર્ફે મુનો સુભાષભાઇ બામણીયા રહેઃ-હાલ-જશાપર ગામ, રમણીકભાઇ બાવાભાઇની વાડીએ તા.કાલાવડ જી.જામનગર મુળ રહે. હદી ગામ, ખારપુરા ફળીયુ તા.કુકશી જી.બડવાણી રાજ્ય-મધ્યપ્રદેશવાળાની ICJS એપ્લીકેશનમાં સર્ચ કરતા સને-2018 માં લોધિકા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં પકડાયેલાનું જાણવા મળતા જેથી વધુ શક પડતા સઘન પુછ-પરછ દરમ્યાન આ તમામ ઇસમો ભાંગી પડતા તેઓએ ઓઇલ મીલમાં ચોરી કરેલ હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી હતી.
જે બાદ આરોપીઓના કોર્ટ દ્વારા રિમાન્ડ મંજુર થતા રિમાન્ડ દરમ્યાન આરોપીઓની સઘન રીતે યુક્તિ-પ્રયુક્તિથી પુછ-પરછ કરતા આરોપીઓ વધુ એક ચોરી કાલાવડમાં રણુજા રોડ ઉપર આવેલ કૈલાશ કોટન ઇન્ડ્રસ્ટ્રીઝ તથા પુજા કોટન ઇન્ડ્રસ્ટ્રીઝ તથા શીતલ યુનિવર્સલ લીમીટેડમાં પણ ચોરી કરેલાની કબુલાત આપતા તમામ નવ શખ્સોની પોલીસે ધોરણસર અટકાયત કરી હતી.
આ તમામ આરોપીઓ ચોરીઓ કરતા સમયે રાત્રીના એકબીજા મળીને ચોરીઓ કરવાનુ નક્કી કરી રાત્રીના અંધારામાં પોતાના વાહનો છુપાવી દઇ તેમજ મોઢે ટોપીઓ તેમજ બુકાના બાંધી કોઇ ઓળખે નહી માટે સારૂ પેન્ટ કાઢી ચડી તથા શર્ટ પહેરી પોલીસ તથા પબ્લીક ના માણસોથી ઓળખ છુપાવતા હોવાની કબુલાત પણ પોલીસ સમક્ષ કરી છે.
-કોણ છે ઝડપાયેલા આરોપીઓ
-મુનીલ ઉર્ફ મોહન ઉ.મુનો સુભાષભાઇ બામણીયા, રહે:-હાલ જશાપરગામ, રમણીકભાઇ બાવાભાઇની વાડીએ, તા.કાલાવડ મૂળ એમ.પી
-અનીલ સુભાષભાઇ બામણીયા, રહે.-હાલ-જશાપર ગામ, રમણીકભાઇ બાવાભાઇની વાડીએ, તા.કાલાવડ જી, મૂળ એમ.પી.
-ધર્મેશ ઉર્ફે ધમો, ગમરીયાભાઇ વાસ્કેલા, રહે. હાલ-લક્ષ્મીનગર શીવકોર્પોરેશન, કોલસાના કારખાનામાં મોરબી, રહે.મધ્યપ્રદેશ
-રેમલા ઉર્ફે રામલાલ સાવલીયાભાઇ અલાવા, રહે. હાલ- કોઠા પીપળીયા ગામ, અરવિંદભાઇ પટેલની વાડીએ, તા.લોધીકા જી.રાજકોટ મુળ-મધ્યપ્રદેશ
-પપ્પુ વેસ્તાભાઇ મોહનીયા, રહે. હાલ-લક્ષ્મીનગર, શીવ કોર્પોરેશન, કોલસાના કારખાનામાં, મોરબી-મૂળ મધ્યપ્રદેશ
-અમરસીંહ ઉર્ફે નાનકો ગમરીયાભાઇ વાસ્કેલા, રહે. લક્ષ્મીનગર, શીવ કોર્પોરેશન, કોલસાના કારખાનામાં, મોરબી મૂળ-મધ્યપ્રદેશ
-મંગેશ ઉર્ફે રમેશ ગમરીયાભાઇ વાલ્કેલા, રહે. હાલ-લક્ષ્મીનગર, શીવ કોર્પોરેશન, કોલસાના કારખાનામાં, મોરબી, મૂળ મધ્યપ્રદેશ
-વેલસીંહ ઉર્ફે રાજુ ગમરીયાભાઇ વાલ્કેલા, રહે. હાલ-ધાટીલા તા.માળીયા જી.મોરબી, મૂળ મધ્યપ્રદેશ
-ભુરા મંગરસીંગ અલાવા, રહે. હાલ-લક્ષ્મીનગર, શીવ કોર્પોરેશન, કોલસાના કારખાનામાં, મોરબી તા.જી.મોરબી, મુળ-મધ્યપ્રદેશ