Mysamachar.in-જામનગર :
જામનગર શહેર અને ભાનુશાળી સમાજમાં ગતસાંજથી એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ જિંદગી ટુકાવ્યોનો કિસ્સો ભારે ચર્ચામાં આવ્યા બાદ મૃતક પરિણીતાની માતા દ્વારા આજે દીકરીના સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક માનસિક દુખ ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે જેની વિગતો પર નજર કરવામાં આવે તો…
નીતાબેન સુનીલભાઇ નાખવાની પુત્રી સપનાના લગ્ન રીતિરિવાજ મુજબ પવનચક્કી ઢાળિયા નજીક વસવાટ કરતા ચીરાગ નંદા સાથે થયા હતા, લગ્નના થોડા મહિનાઓ બાદ સાસુ મીતલબેન, સસરા વિમેશભાઇ તથા નણંદ ચાંદનીબેન દ્વારા દહેજ માંગવા બાબતે જુન/2022 થી અવાર-નવાર મૃતક સપનાને માનસિક તથા શારીરિક ત્રાસ ગુજારી અને મારકુટ કરતા હોય તેમજ મેણાટોણા મારતા હતા જે અંતે સહન ના થતા સપના મારવા મજબુર થયેલ જેથી તેણીએ ગતરોજ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધા બાદ મૃતકની માતા દ્વારા સીટી એ ડીવીઝનમાં સાસરિયાઓ સામે આ મતલબની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વી.આર.ગામેતી આગળની તપાસ ચલાવે છે.