Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરીણામ લક્ષી કામગીરી કરવા બાબતે કાર્યવાહી કરવા સૂચના કરતા તે અનુસંધાને એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા પી.એસ.આઈ. જે.ડી.પરમારના નેત્રુત્વવાળી ટીમના અરજણ કોડીયાતર તથા રાજેશ મકવાણાને મળેલ ખાનગી બાતમી આધારે લાલપુર તાલુકાના મેઘનુ ગામના પાટીયા પાસે આવેલ રાજ બિહારી નામની હોટલ ભાડે રાખીને રહેતા શિવકુમાર કૈલાશ શાહ ગેરકાયદેસર કેફી માદક પદાર્થ ગાંજો પોતાની ભાડાની હોટલમાં રાખી વેચાણ કરતો હોય જેથી આ જગ્યાએ રેઇડ કરતા શિવકુમાર કૈલાશ શાહની ભાડાની હોટલ માંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો કુલ 1 કીલો 700 ગ્રામ કી.રૂા. 17000 તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂા,27500 સાથે જામનગર એસઓજી ટીમે ઝડપી પાડેલ છે.