Mysamachar.in-જામનગર:
જામનગર સીટી બી ડીવીઝન પોલીસે બહાર બ્યુટીપાર્લરનું પાટિયું અને અંદરથી મકાનમાંથી દારુ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.જામનગર બી ડીવીઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્કવોડ પી.એસ.આઈ. ડી.એસ.વાઢેર સર્વેલન્સ સ્કોર્ડની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં ચોકકસ બાતમી મળેલ કે જામનગર, નાગેશ્વર કોલોની, ઢોલીયાપીરની દરગાહની સામેની શેરીમાં, ગરબી ચોકથી આગળ એન્જલ લેડી કેર બ્યુટી પાર્લર લખેલ બોર્ડવાળા મકાનમાં અમુક ઈસમોએ ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે અને હાલ દારુની હેરાફેરી કરે છે તેવી ચોક્ક્સ હકીકત મળતા તે આધારે રેઇડ કરી…
દીલીપ ભરતભાઈ વાઘેલા, અનીલ ઉર્ફે ટેની ઉર્ફે લાલીયો રાજેશભાઈ માણસુરીયાને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 374 કિ.રૂ. 1,87,000 ના મુદામાલ સાથે પકડી પાડેલ છે. આ ઈસમોને દારુનો જથ્થો મોહસીન ખફી રહે. જામનગર વાળાએ સપ્લાય કરેલ હોય તેને ફરારી જાહેર કરેલ છે. અને ત્રણેય વિરુધ્ધ ધોરણસર કાયદેસરની કાર્યવાહી કરેલ છે,આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર વાય.જે.વાઘેલા તથા સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા પ્રદ્યુમનસીહ જાડેજા, મુકેશસિંહ રાણા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા, વનરાજભાઈ ખવડ, પ્રદીપસીહ રાણા, સલીમભાઈ મુદ્રાંક, કલ્પેશભાઈ અઘારા, વિપુલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ