Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના મેહુલ સીનેમાની પાછળ આવેલ અજંતા સોસાયટી, બ્લોક નં. ૧૭માં રહેતા ભાવનાબેન રમેશભાઇ ધારવીયા નામની મહિલાએ ગઇકાલે સીટી-સીમાં બે અજાણ્યા શખ્સો જેને જોયે ઓળખી શકે તેવા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે.તે ફરિયાદની વિગતો અનુસાર તેવો ગત તા. 16 ના રોજ વાસાવીરા સોસાયટી ગોલ્ડનનેસ્ટ કોમ્પ્લેક્ષમાં આવેલી સહજાનંદ સેનેટરી નામની દુકાનમાં ફરીયાદી ભાવનાબેન હાજર હતા એ વખતે બે અજાણ્યા શખ્સો ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા અને એક શખ્સે ફરીયાદીને સામાન લેવામાં એટલે કે વાતોમાં ધ્યાન પરોવી રાખેલ જયારે સાથે આવેલ અન્ય શખ્સે આ તકનો લાભ લઇ દુકાનના ટેબલના ખાનામાં રાખેલા રોકડા 24 હજારની ચોરી કરી હતી. રોકડ રકમની ચોરી બંને શખ્સો નાશી છુટયાની ફરીયાદના અનુસંધાને સીટી-સી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આ બને શખ્સો અન્ય આવી ઘટનાને અંજામ આપે તે પૂર્વે ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.