Mysamachar.in-જામનગર
જામનગર નજીક પંચકોશી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા ધુતારપુર ગામે ત્રણ સ્થળોએ ચાર તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં 4 તસ્કરો ચોરી કરી રહ્યાનું સીસીટીવીમાં પણ રેકોર્ડ થયું છે, આ અંગે પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકે દાખલ થયેલ ફરિયાદ મુજબ ચાર જેટલા તસ્કરોએ ધુતારપુર ગામે ફરીયાદિ મનીષ ગઢવીની દુકાનનુ શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી શટર તથા દરવાજાનો કાચ તોડી નુકશાન કરી દુકાન અંદરથી ચાંદીના દાગીના આશરે 3 કીલો 590 ગ્રામના કિ.રૂ.1,75,000 ની ચોરી કરી તેમજ ગામમાં જ અન્ય રસીકભાઈ વડેચાની દુકાન તોડી દુકાનમાં થી આશરે આઠેક હજારની કિંમતના જીન્સ-ટીશર્ટ વિગેરે કપડાની ચોરી કરી તેમજ ગામમાં જ વસવાટ કરતા નરેશભાઈ રાઠોડના ફળીયામાં પ્રવેશી ફળીયામાં રાખેલ સ્પેન્ડર મો.સા. રજી.નં. જી.જે.-10-બી.પી.-3755 10,000 ની ચોરી કરી આરોપીઓએ ગુનામાં એકબીજાની મદદગારી કરી કુલ રૂ.1,93,500 ની માલ મતાની રાત્રીની ઘરફોડ ચોરી કરી નાસી જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.