Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા એલ.સી.બી સ્ટાફ સાથે ઓખા વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે મીઠાપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 44/2014 આઇ.પી.સી. કલમ ૩૦૨ મુજબના ગુનાના કામેના આજીવન કેદ ની સજા ભોગવતા પાકા કામ ના રાજકોટ મધ્યસ્થ જેલ તા.13,15/06/2022 થી વચગાળાના જામીન ઉપર મુકત પાકા કામના કેદી નં. 45859 રમજાન ઉર્ફે મનન આમદભાઇ સોઢા ઉ.વ.47 રહે. ગાંધી નગરી ભૂંગા ઓખા વાળાને દીન-14 ના વચગાળાના જામીન રજા નામદાર ગુજરાત હાઇકોર્ટ ના હુકમ અનુસંધાને વયગાળાના જામીન ઉપર મુકત થયેલ મજકુર પાકા કામના કેદી ને તા.28/06/2022 ના રોજ જેલ મા હાજર થવાનું હોય પરંતુ પાકા કામના કેદી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થયેલ નહીં અને છેલ્લા એકાદ મહીનાથી ફરાર હોય જે ફરાર થઇ ગયેલ પાકા કામના કેદી ને ઓખા ખાતે ડાલ્ડા બંદરમા ઉભો હોવાની હકીકત મળતા તપાસ કરતા પાકા કામના કેદી નં.45859 વાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ઓખા મરીન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.