Mysamachar.in-જામનગર
જામનગરના કાલાવડમાંથી જે કામ ફૂડ વિભાગની ટીમે કરવાનું હોય તે કામ જામનગર એસઓજીએ કર્યું છે, કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે પોતાના રહેણાક મકાનમાં જ બે શખ્સો ઘી, પાઉડર, સહિતની ચીજવસ્તુઓમાંથી નકલી દૂધ બનાવી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની માહિતી જામનગર એસઓજી પોલીસને મળતા પોલીસે કાલાવડના હરીપર મેવાસા ગામે છાપેમારી કરી અને બે શખ્સોના કબજામાંથી નકલી દૂધ બનાવવા માટેનો સામાન કબજે કર્યો છે જયારે 800 લીટર તૈયાર કરેલ નકલી દૂધનો નાશ કરાવવામાં આવ્યો છે.બે શખ્સો પાઉડર, ઘી સહિતની સામગ્રીથી એક મશીનમાં દૂધ બનાવી અને દરરોજ હજારો લીટર આ દુધને વેચવા માટે રાજકોટ રવાના કરી દેતા હતા અને છેલ્લા એક વર્ષથી આ રીતે નકલી દૂધ તેવો લોકોને પહોચાડી રહ્યાની કબુલાત આપી હોવાનું એસઓજીએ જણાવ્યું છે, પોલીસે આ અંગે ગુન્હો નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે.અને લોકોના આરોગ્ય સાથે થતા ચેડાનો પર્દાફાશ કર્યો છે.