Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામે રહેતા એક મહિલાનું મૃત્યુ નીપજયા બાદ તેણીની ઝડપભેર કરવામાં આવેલી અંતિમ વિધિ તથા તેણીના શરીર પર રહેલા ઈજાના નિશાન સંદર્ભે આ મહિલાનું મૃત્યુ કુદરતી નહીં પરંતુ હત્યા નીપજાવીને મૃત્યુ થયાની ફરિયાદ મૃતકના પુત્રીએ નોંધાવી છે. જેમાં શકદાર તરીકે પરિવારના સભ્યો સામે જ નિશાન તાકવામાં આવ્યા બાદ આ હત્યા કેસમાં સંડોવેયલ બે શખ્સોને દેવભૂમિ દ્વારકા પોલીસ ઝડપી પાડ્યા છે,
આ કેસમાં ફરીયાદી ભુમીબેન પરબતભાઇ ગોરાણીયા તે રહે.હાલ પોરબંદર વાળાએ પોતાની ફરીયાદમા જાહેર કરેલ કે મરણજનાર પોતાના માતા સુમરીબેન સામતભાઇ નાગાભાઇ મોઢવાડીયા રહે.ચંદ્રાવાડા ગામ વાળા તા-20/7/2022 ના રોજ ચંદ્રાવાડા ગામે પોતાના ઘરે રાત્રીના ગુજરી ગયેલ હોવાના સમાચાર મળતાં પોતે માતાના ઘરે આવતા કુંટુંબીજનોએ ફરીયાદીની માતા મરણજનારનુ મોત હાર્ટ એટેકથી થયેલનું જણાવી આ મરણજનારની લાશનુ મોઢું પણ સરખુ નહી બતાવી જલદીથી અગ્નિસંસ્કારની વિધી ચંદ્રાવાડા ગામે નહી કરી પરંતુ પોરબંદર સ્માશાન ઘાટે થોડા માણસોથી કરાવી નાખેલ,
મરણજનારના મોતની હકિકત છુપાવેલનુ ફરીયાદીને જણાતા ફરીયાદીએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમા પોતાના માતાના મોત બાબતે શંકા વ્યક્ત કરી આ મામલે શકદારો સામે ફરિયાદ કરતા આ દિશામા તપાસ કરતા બનાવ ખુનનો બનેલ હોય ફરીયાદીની વીશેષ પુછપરછ કરતા પોતાના માતાનુ ખુન થયાની શંકા કાનાભાઇ નાગાભાઇ મોઢવાડીયા રહે ચંદ્રાવાડા,બાલુભાઇ નાગાભાઇ મોઢવાડીયા રહે.ચંદ્રાવાડા,અરજણભાઇ જીવણભાઇ ગોરાણીયા રહે ગોરાણા ગામ,અરસીભાઇ જીવણભાઇ ગોરાણીયા રહે ગોરાણા રામદેભાઇ જીવણભાઇ ગોરાણીયા રહે.ગોરાણા વાળાઓ ઉપર હોવાની ફરીયાદ જાહેર કરેલ હોય,આ બનાવ બાબતે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર એફ.બી.ગગનીયાની ટીમ તથા દેવભુમિ દ્વારકા એલ.સી.બી પોલીસ સબ ઇન્સપેક્ટર બી.એમ.દેવમુરારી તથા ટીમ અલગ અલગ દીશામાં તપાસના ચક્રો ગતીમાન કરી તપાસ હાથ ધરવામાં આવેલ,તપાસ ચોક્કસ ખાનગી રાહે હકીકત મળેલ કે..
મરણજનારના ખુનમા રામદેભાઇ જીવણભાઇ ગોરાણીયા તથા કાનાભાઇ નાગાભાઇ મોઢવાડીયાની સંડોવણી હોવાની હકિકત મળતા,આ ગુન્હો ગુચવણભર્યો હોય અલગ અલગ દીશામાં ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હાવાળી જગ્યાનુ એફ.એસ.એલ અધિકારી ડો.એ.જે.આંનદની ટીમની મદદ લઇ સાયન્ટીફીક પુરાવાઓ એકત્રીત કરી આ ગુન્હામા સંડોવાયેલ આરોપી સમદેભાઇ જીવણભાઇ ગોરાણીયા તથા કાનાભાઇ નાગાભાઇ મોઢવાડીયાને ઝડપી લઇ વૈજ્ઞાનીક ઢબે પુછપરછ કરતા, મરણજનાર સુમરીબેનના ચારીત્ર ઉપર શક થતા આરોપી રામદેભાઇ જીવણભાઇ ગોરાણીયા રહે.ગરાણા ગામવાળા મરણજનારના સગાભાઇએ તા-20/7/2022 ના રોજ રાત્રીના મરણજનાર નિદ્રાધીન અવસ્થામા હોય ત્યારે માથામા લોખંડના સળીયાથી જીવલેણ ઘા મારી ખુન નીપજાવી નાશી ગયેલ હોય અને આરોપી કાનાભાઇ નાગાભાઇ મોઢવાડીયા રહે ચંદ્રાવાડા ગામ વાળા મરણજનારના સગા જેઠે આ ખુન થયાની કોઇને જાણના થાય તે સારૂ બનાવ વાળી જગ્યાએથી ખુનના થયાના નીશાનો હટાવી મરણજનારના પેહરેલ કપડા,પથ્થારીના ગોદળા,ગાદલુ સગેવગે કરી પુરાવાઓ નાશ કરી મરણજનારનું મોત હાર્ટએટેકથી થયેલનું જણાવી મરણ જનારની લાશની અંતીમ વિધી જલદીથી કરાવી મરણજનારનુ ખુન થયાની હકિકત છુપાવી ગુન્હો કરેલ હોય,આ ગુન્હાના આરોપીઓ રામદેભાઇ જીવણભાઇ ગોરાણીયા તથા કાનાભાઇ નાગાભાઇ મોઢવાડીયાને ગુન્હાના કામે હસ્તગત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.