Mysamachar.in-જામનગર:
ધ્રોલ-જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના અરજણ કોડીયાતરને મળેલ બાતમી આધારે બાદનપર ગામની સીમ વિસ્તારમાં આવેલ વિરલ પ્રભુલાલ કાનાણીની વાડીમાંથી શંકાસ્પદ નશાકારક કેફી પીણું “SUNNINDRA” ની કુલ 680 બોટલો કુલ 1,02,000 નો મુદામાલ પકડી જોડીયા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાહેરાત કરાઈ છે.જયારે બીજા કિસ્સામાં ભાદરા પાટીયા પાસેથી ઈક્કો કારમાંથી નશાકારક કેફી પીણાની બોટલ નંગ-249 ઝડપી પાડવામાં આવી છે,
એસ.ઓ.જી.સ્ટાફના ચન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે ભાદરા પાટીયા પાસે રોડ ઉપર વોચમાં રહી લલીતભાઈ વરીયાણી રહે ધ્રોલવાળાની ઈક્કો કારમાંથી શંકાસ્પદ નશાકારક કેફી પીણું “SUNNINDRA” ની કુલ 104 તથા “STONEARISHTHA ASAVA ARISHTA” ની કુલ 48 તથા “GEREGEM ASAVA ARISHTA” ની કુલ 97 બોટલો એમ કુલ 249 બોટલો કુલ 37,350 નો મુદામાલ પકડી જોડીયા પોલીસ સ્ટેશનમાં જાહેર કરાયું છે.