Mysamachar.in:જામનગર
જામનગર રાજકોટ હાઈવે પર ફલ્લા ગામ નજીક વાડી વિસ્તારમાં ગત મોડી રાત્રે વૃદ્ધને ચાર જેટલા શખ્સોએ માર મારી 60,000 ની કિમતના દાગીના રોકડ સહિતની લૂંટ કરી ગયાની ઘટના પ્રકાશમાં આવતા આજે સવારથી પોલીસ દોડધામ કરી અને આ લુંટારાઓ અન્ય કોઈ ગુન્હાને અંજામ આપે તે પૂર્વે તેને ઝડપી પાડવા કામે લાગે છે, ફલ્લા ગામે રહેતા ટીડાભાઇ ભરવાડ ગતરાત્રીના પોતાની વાડીએ રખોપું કરવા ગયા હતા. અજાણ્યા શખ્સોએ વાડીમાં ઘુસી આ વૃદ્ધ પર હુમલો કર્યો હતો.તેમણે કાનમાં પહેરેલા સોનાના ઠોરીયા અને રોકડ રકમ લઇ નાસી ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય DYSP કુણાલ દેસાઈએ પ્રતિક્રિયા આપી છે જે આપને વિડીયોમાં સાંભળવા મળશે.