Mysamachar.in-જામનગર:
જામનગરમાં પંચવટી ગૌશાળા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડીને ક્રિકેટનો ડબ્બો ચલાવાઈ રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી સીટી બી. ડિવિઝન પોલીસને મળતાં આ ફ્લેટમાં દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે, અને રોકડ તેમજ મોબાઇલ સહિતના સાધનો કબજે કર્યા છે. જયારે તેઓની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનારા અન્ય-12 પંટરોને ફરારી જાહેર કરાયા છે.
જામનગર સીટી બી. ડિવિઝન ડી સ્ટાફ પી.એસ.આઇ. સી.એમ. કાંટેલિયા તથા તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરના પંચવટી ગૌશાળા વિસ્તારમાં આવેલા ભગવતી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 10-બી માં રહેતા જીતેન્દ્ર મનસુખલાલ વિઠલાણી નામના શખ્સ દ્વારા આઈપીએલની ક્રિકેટ મેચ પર હારજીતનો સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે, તેવી બાતમીના આધારે ગઈકાલે રાત્રે સીટી બી. ડિવિઝન પોલીસે આ મકાન ખાતે દરોડો પાડ્યો હતો.જે દરોડા દરમિયાન જીતેન્દ્ર મનસુખભાઈ વિઠલાણી તથા તેના અન્ય બે સાગરીતો કરસન રામાભાઇ સોલંકી અને પિયુષ પરસોત્તમભાઈ ફળદુ, કેજે ક્રિકેટના સોદ ની વિગતો અન્ય ગ્રાહકો તરફથી મળેલા ક્રિકેટના રનફેર સાથેનું લખાણ સાથેની નોંધ કરી રહ્યા હતા.
આથી પોલીસે જીતેન્દ્ર વિઠલાણીની જુગારના સાહિત્ય અને બે સાગરીતોની અટકાયત કરી લઇ તેઓ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જુગાર અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યા છે, અને રહેણાંક મકાનમાંથી ક્રિકેટના સટ્ટાને લગતું સાહિત્ય મોબાઇલ ફોન ડાયરી રોકડ રકમ વગેરે કબજે કરી લીધા છે. ઉપરાંત તેઓ સાથે ક્રિકેટના સોદા કરનારા સવાભાઈ ભાદાભાઇ ટોયટા, હિરેન ગોસ્વામી- મચ્છુનગર, નટુકાકા -ચેલા ગામ,વિજયભાઈ મચ્છર નગર, કરણ ભરવાડ-રામેશ્વર નગર, ડીજે -મચ્છરનગર, કનુભાઈ જામ, કિસન વાણંદ- સેતાલુસ, ધોળકિયા ભાઈ- મચ્છર નગર, ભરતસિંહ ઝાલા, પ્રવીણભાઈ- ગ્રીન સીટી, તેમજ રજાક સાઈચા વગેરેને ફરારી જાહેર કરાયા છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.