My samachar.in:-જામનગર
આજનો સમય સાવચેતીનો સમય છે અને જો સ્માર્ટ ફોન કે કોમ્પ્યુટર ઉપયોગ કરતા સમયે સાવચેતી રાખવામાં ના આવે તો મોટી મુસીબતનો સામનો કરવાનો વારો આવી શકે છે, જામનગર જીલ્લાના કેટલાક લોકો સાથે પણ આવું જ થયું જેમાં તેના મોબાઈલના એક્સેસ મેળવી અને તેને બ્લેક મેલીંગ કરવાનો સિલસિલો શરુ થયાની વ્યાપક ફરિયાદો ઉઠતા જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સાયબર ક્રાઇમના પી.પી.ઝાને ચાઇનીઝ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશન દ્વારા થતા ફ્રોડ અટકાવવા અને આવા ફોડ કરવા વાળાઓને પકડી પાડવા સુચના કરેલ. જેથી સાયબર ક્રાઇમ સ્ટાફની વિશેષ ટીમ બનાવી સતત તપાસમાં રહેલ હતા..
જેમાં થોડા સમય પહેલા જામનગર જીલ્લાના કુલ:08 નાગરીકો સાથે કોઈપણ કે વાય. સી તથા વ્યાજ વગર ઇન્સટેંટ લોન આપવાની લાલચ આપી, ગેરકાયદેસર લોન એપ્સ દ્વારા મોબાઇલ ફોનના એકસેસ મેળવી, અરજદારો પાસેથી લોન સિવાયના વધારે પૈસાની માંગણી કરેલ અને જો વધારે પૈસા ના ભરે તો ફોટા મોર્ફ કરી સમાજમાં બદનામી કરેલ. જે બાબતનો ગુન્હો જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગત તા.27/04/2022 ના રોજ દાખલ થયેલ હતો.
જે ગુન્હા બાબતે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વિશેષ ટેકનીકલ એનાલીસીસ તથા ઇન્ટરમીડીયેટરી ઇન્કવાયરી કરેલ જેમાં આરોપીઓના લોકેશન કર્ણાટક રાજયના વિવિધ જીલ્લાના આવતા હોય જેથી જામનગર શહેર ડી.વાય.એસ.પી જે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ સાથે કર્ણાટક રાજ્યના વિવિધ જીલ્લા ખાતે રૂબરૂ તપાસમાં જઇ ગુનામાં સંડોવાયેલ શકમંદો ભીમસેન હનુમંતાચાર્ય મઠદ કવાલીફીકેશન એમ બી એ: રહે: જી. બેંગ્લોર શહેર, રાજ્ય કર્ણાટક, મહમદઉઝર શરીફ મકબુલઅહમદ શરીફ કવાલીફીકેશન: એમ. બી. એ રહે-જી. ચીકમગલુરૂ રાજ્ય કર્ણાટક, માઝઅહમદ શરીફ રહમતુલ્લાહ શરીફ કવાલીફીકેશન :બી. એસ. સી રહે- ઢાં જી-ચીકબલાપુર રાજય-કર્ણાટકને ઝડપી પાડી તમામને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.
ઝડપાયેલા શખ્સો પાસેથી સીમકાર્ડ-19, લેપટોપ-01 મોબાઇલ ફોન-03,શકમંદ બેંકએકાઉન્ટસમાં ફીઝ થયેલ રકમ- 16,42,2368 કબજે કરવામાં આવી છે,ઝડપાયેલા શખ્સોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ચાઇનીઝ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશન બનાવી, બહોળા પ્રમાણમાં વિવિધ સાઇટ્સ ઉપર પ્રસિધ્ધી કરી, એપ ઇન્સ્ટોલ થયાની સાથે તમામ ફોન કોન્ટેક્ટ્સ, ગેલેરી અને અન્ય સંવેદનશીલ માહિતીની ઍક્સેસ મેળવી લીધા પછી, બળજબરીથી લોન આપ્યા પછી ગેરકાયદેસર ઊંચા વ્યાજદરો/પ્રોસેસિંગ ફી ની બળજબરીપૂર્વક માંગણી કરવા રિકવરી એજન્ટો દ્વારા સેકડો ની સંખ્યાંમાં સતત કોલ કરી માનસીક સતામણી કરવી, ભોગબનનારના તમામ કોન્ટેક્ટસ ને ભોગબનનાર ચીટર છે. ખરાબ ચરીત્ર નો છે, તેમના પર વિશ્વાસ ન કરવો એવા મેસેજ મોકલી બદનક્ષી કરવી, ભોગ બનનારના ફોટા મોર્ફ કરીને એમાં અપશબ્દો લખી તમામ કોન્ટેક્ટસ ને મોકલાવી ઉપર જણાવેલ વિવિધ રીતે ડેટા લીક કરી, બ્લેકમેલ ની ભોગ બનનારના પાસે થી પૈસા પડાવી લેતા હતા.
-આરોપીઓ દ્વારા બનાવેલી ગેરકાયદેસર લોન એપ્સ: on stream, OB cash, AG cashi, loan KOKO,