My samachar.in:-જામનગર
આજનો સમય સોશ્યલ મીડિયાનો સમય છે, નાના થી માંડીને મોટા સૌ કોઈ સોશ્યલ મીડીયાના અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરતા હોય છે, પણ સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરનારની સંખ્યા પણ એટલી જ છે, એવામાં સામાન્ય લોકો તો ઠીક પણ ગુન્હેગારો આઈપીએસ કક્ષાના અધિકારીનું ફેક આઈડી કોઈ ડર વગર બનાવી અન્ય લોકો પાસેથી પૈસા પણ માગવા માંડે છે, ત્યારે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનાર લોકોએ પણ પુરતી સાવચેતી રાખવી જોઈએ તેવું આ કિસ્સા પરથી લાગે છે..
જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂનું ખોટું આઇડી કેટલાક લોકો પાસેથી નાણાંની માગણી કર્યાનું સામે આવતા આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂનો સંપર્ક કરતા તેમને પણ આ વાતને સમર્થન આપી જણાવ્યું કે, તેઓ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોય તેમના નામનું કોઇ શખ્સે ખોટું એકાઉન્ટ બનાવ્યું છે. અને તે બોગસ એકાઉન્ટ પર પોતાના મિત્રોને મેસેજ કરી લખ્યું કે, પૈસાની જરૂર છે. ઇન્સ્ટાગ્રામ પર આવો મેસેજ કેટલાક જાણીતા લોકોને મળતા પોતાના નામનું બોગસ એકાઉન્ટ બનાવ્યાની જાણ થઇ છે.જો કે આ અંગે ડેલુએ સુચના આપતા સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરુ કરી છે.