Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં એક આઘેડને મરી જવા મજબુર કરનાર બે શખ્સો સામે મૃતકના પત્ની દ્વારા સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવામાં આવી છે, પોલીસ ચોપડેથી મળતી વિગતો મુજબ ન્યુ જેલ રોડ શંકર ટેકરી પાણીના ટાકા પાસે મહાદેવના મંદીર પાસે વસવાટ કરતા ગંગાબેન વસંતભાઇ રઘુભાઇ ચૌહાણ ફરિયાદ નોંધાવી છે કે તેના પતિએ અનુભાઇ દરબાર અને આઇ.ટી.આઇના સોનપુરા સાહેબ પાસેથી ધંધા માટે પૈસા લીધેલ હતા તેના બદલામા બન્ને આરોપીઓએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી અને જો મુદ્દલ રકમ અને વ્યાજ નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી અને જાતિ પ્રત્યે અપમાનિત કરતા હતા, આ બન્ને શખ્સોએ વ્યાજ લેવા માટે ત્રાસ ચાલુ રાખેલ જે અસહ્ય ત્રાસ ફરિયાદી બેનના પતિ થી સહન ના થતા મરી જવા માટે મજબુર કરતા ગળાફાંસો ખાઇ મરણ જતા તેમને મરી જવા મજબુર કરનાર આ બન્ને સામે સી ડીવીઝનમાં તેમના પત્નીએ ફરિયાદ નોંધાવ્યા બાદ એસસીએસટીસેલ DYSP જે.એસ.ચાવડા આગળની તપાસ કરી રહ્યા છે.