Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના હરિયા કોલેજ નજીક કૈલાશનગરમાં વસવાટ કરતા એક આધેડે થોડા દિવસો પૂર્વે કનસુમરા ગામ નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી જીવ આપી દીધો હતો જે સમયે અકસ્માતે મોતની નોંધ થયા બાદ પરિવારજનોને મૃતકની લખેલ સુસાઈડ નોટ મળી આવતા આ મામલે જામનગરના 8 શખ્સો સામે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં સુસાઈડનોટને આધારે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી પીએસઆઈ જે.ડી.પરમાર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જે ફરિયાદ થઇ છે તેના મુખ્ય અંશો સુસાઈડના અંશો પર નજર કરવામાં આવે તો..
મૃતકના પત્ની ગીતાબેન જેન્તીભાઈ વલ્લભભાઈ સંધાણીએ ફરિયાદ નોંધાવી કે મારા પતિ જેન્તીભાઈ વલ્લભભાઈ સંઘાણી ગત.28/1/2022 ના રોજ કનસુમરા ફાટક નંબર-204 પાસે ટ્રેનમાં આવી અને આપઘાત કરેલ હોય જે બનાવ બાબતે મારા જેઠ નાનજીભાઈ વલ્લભભાઈ સંઘાણીએ પોલીસમાં મારા પતિએ કોઈપણ અગમ્ય કારણસર આપઘાત કરેલ હોય તેવી જાહેરાત આપેલ અને અમારી પોલીસે બનાવ બાબતે પુછપરછ કરેલ ત્યારે પણ મારા પતિના આપઘાત અંગે કોઈ કારણ જણાય આવેલ નહી પરંતુ મારા પતિના પર્સમાંથી એક ચીઠ્ઠી મળી આવેલ જેના “તા.27/1/2022ના કેડી.પારેખ મને રૂપીયા આપવાના હતા તે ૨૭ તારીખે પણ પૈસા ન આપી શક્યા તેથી હવે મને ચારો (બધીબાજુથી) તરફથી પ્રેસર છે. મારે LIC ના ભરવાના હતા તથા ઉછીના વાળાને આપવાના છે તેને કેડી પારેખે મને છેલ્લા વાયદો ગુરૂવારને ૨૩ તારીખનો કરેલો હતો દોઢ થી બે કરોડનો વાયદો કરેલ હવે હું બીજાને જવાબ આપી શકું તેમ નથી કારણ કે કે.ડી. પારેખ સતત ટાઈમ આપ્યા કરે છે મારી સુસાઇટ નોટ મારી બેગમાં ઘર ફાઇલમાં છે. હવે મારી પાસે બીજો પાસે બીજો કોઈ રસ્તો નથી આત્મહત્યા સિવાય હું ખુબ જ ટેન્શનમાં છે હવે મારા પરીવારનું શું થશે તેનુ મને ખુબ જ ટેન્શન રહે છે મારો પરીવાર અને સગાવહાલાઓ મને માફ કરે. મારા મોબાઈલમાં સ્કેનરમાં પણ મેં મારી સુસાઈડ નોટ ફાઈલ કરેલ છે.લી જે.વી સંધાણી લખેલ મળી આવેલ
સુસાઈડ નોટમાં વધુમાં લખ્યું છે કે કૌશીક દેવીદાસ પારેખ (કે. ડી, પારેખ) તથા તેના પુત્રો ચીરાગ કૌશીક પારેખ તથા દર્શક કૌશીક પારેખ રહે. અમદાવાદ વાળાઓ જેમાં આ કે.ડી. પારેખને હું છેલ્લા પંદર વર્ષથી તમામ આર્થિક મદદ કરેલ જેમાં બંને છોકરાઓના ભણતર વિદેશ ભણતર તથા લગ્ન માટે મેં જ રૂપીયા આપેલ અને તેમાંથી જ સુધી મને કઈ રકમ આપેલ નથી તે ઓ પાસેથી મારે સાત થી આઠ કરોડ જેટલી રકમ લેવાની થાય છે અને તેઓએ મને રકમ ન આપતા તેઓએ મને અન્ય અલગ અલગ વ્યકિતઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપીયા લેવડાવી ક્યારેય વ્યાજ કે કઈ રકમ મને આપેલ નથી અને તેઓ છેલ્લા પાંચ વર્ષથી વાયદાઓ કરે છે અને તેઓ નોકરીમાંથી રીટાર્યડ થયા ત્યારે મને પૈસા આપવાના બદલે બીજાને રૂપીયા આપેલ અને મને બહાના બતાવતા જેના કારણે મે ઉછીના લીધેલ વ્યકિતઓને રૂપીયા આપી શકેલ નહી અને મારું જમીન વેચીને પણ રૂપીયા ભરવા પડેલ જેથી હું સતત આર્થિક નાણાકીય ભીડમાં આવી ગયેલ જેથી મારૂ લેણ ભરપાઈ કરી શકેલ નહી અને મારા રૂપીયા વ્યાજમાં ગયેલ અને મારી પારો કોઈને આપવાનું કાઈ બચેલ નથી અને હવે હું થાકી ગયો છે,
મારા કારણે ઘણાને દીવાળી બગડશે અને બીજા મારા અંગત તથા સગાવહાલાને હુ રકમ આપી શકેલ નથી તેઓએ મને દબાણ પણ કરેલ નથી જેમાં મે રમેશભાઈ માધવજીભાઈ મોલીયા પાસેથી દસ લાખ રૂપીયા લીધા પરંતુ તેને મારી પાસે ત્રણ ટકા ચક્રી વૃદ્ધી વ્યાજ લેખે ૩૫ લાખ રૂપીયા વસુલ કરેલ તેમજ મહેન્દ્રસિંહ બી ચાવડા સગાવહાલાના ચેક લઈ અને રકમ માગે છે અને તેના કરતા વધુ વ્યાજ ચુકવી દીધેલ છે છતા તે ઉઘરાણી કરે છે પરંતુ તેઓને પૈસા આપવાના થતા નથી તેણે પણ ત્રણ ટકા વ્યાજ લીધેલ છે તથા કીર્તીસિંહ જાડેજાને પણ રકમથી ડબલ વ્યાજ ચુકવી દીધેલ છે તેમને કાઈ પણ આપવાનું થતું નથી તેમજ શૈલેશભાઈ છગનભાઈ સભાયા જેઓને જમીન આપેલ તેના પાંચ લાખ રૂપીયા બાકી છે. તેઓએ પંદર લાખ તથા સાડા નવ લાખ વ્યાજ સાથે ચોવીસ લાખ પચાસ હજાર સુધી પેટે કાપી લીધેલા છે, હું કાઈ કરીં શકીશ નહી કારણે કે મેં તેને દસ્તાવેજ કરી આપેલ છે.
શૈલેશભાઈ પાસે વીસ લાખ રૂપીયા નીકળે છે તેમજ મારૂ તથા મારા માતા પિતાનુ સોનું છ લાખ પચાસ હજારમાં કીરીટભાઇ સોની પાસે જમા છે રાઘાકૃષ્ણ જવેલર્સ ચાંદીબજાર તથા એકસીસ બેંકમાં હોમલોન તથા ઘણા માણસોને પૈસા આપવાનો છે તેનુ લીસ્ટ પાછળ આપું છું, બીજુ સૌની ફીનસરીમાં એક લાખની લોન છે. તેમજ બાપુજીએ વીસ લાખની જમીન ઉપર લોન લઇ દીધી તેમા બાર લાખ બાકી છે અને મેં કે.ડી.પારેખને ખુબ જ મદદ કરી છે તેનું મકાન બચાવેલ તથા જેલ જતા બચાવેલ તેના છોકરાના ભણતર તથા લગ્ન માટે રૂપીયા આપેલા અત્યાર સુધી તેને પદર વર્ષની કમાણી તથા તેમનું વ્યાજ ભરવામાં વાપરી નાખેલ અત્યાર સુધી કે.ડી.પારેખ પાસેથી સાત થી આઠ કરોડ રૂપીયા લેવાના થાય છે તે આપી જાય તો સારૂં તથા એક થી એકત્રીસ વ્યકિતઓના નામ તથા રકમ લખેલ છે જેઓએ ક્યારેય પૈસા માટે દબાણ કરેલ નથી તેવી લખેલ નોટ મળે
આ કાશીક દેવીદાસ પારેખ (કે. ડી. પારેખ) રહે. સ્વસ્તીક સોસાયટી જામનગરવાળા જેઓ સાથે અમારે પંદરેક વર્ષથી પારીવારીક સંબંધ છે અને આ કેડી, પારેખને મારા પતિએ તેમની એલ.આઈ.સી. એજન્ટની આવક તેમજ મ્યુચઅલ ફંડનો ધંધો કરતા તેમા મળતા કમીશનમાંથી આજદીન સુધી રૂપીયા આપેલ હોય અને તેઓ પાસે સાત થી આઠ કરોડ રૂપીયા માંગતા હોય તેની મને જાણ છે અને મારા પતી તેઓ પાસે રૂપીયા માગે ત્યારે તેઓ કોઈપણ બહેનો બતાવી રૂપીયા આપ તો નહી તેવું મારા પતિએ મને અગાઉ ઘણી વખત વાત કરેલ હતી અને મારા પતિ આ કે,ડી.પારેખનો ફોન આવતો ત્યારે તેઓ જમતા જમતા ઉભા થઈ જતાં અને મારા પતિ આ કે.ડી.પારેખથી ખુબ જ ડરતા અને દબાણમાં હતા,
મારા પતિને આ કે.ડી. પારેખના દીકરા ચીરાગ તથા દર્શકના અમદાવાદથી ઘણી વખન ફોન કરી તેના પિતા પાસે રૂપીયા નહી માગવા માટે ધમકાવતા હોવાનું મારા પતિ મને કહેતા અને છેલ્લે તેઓ બંનેના ફોન મારા પતિએ બ્લેક લીસ્ટમાં મુકી દીધેલ મારા પતિએ સુસાઈડ નોટમા લખેલ રમેશભાઈ માધવભાઈ મોલીયા રહે.રધુવીર સોસાયટી-૨ સુમેર કલબ રોડ જામનગર તથા શૈલેષ છગનભાઇ સભાયા રહેહેશતીનગર શેરી નં-૨ જેકુરબેન સ્કુલ પાસે જામનગર તથા મહેન્દ્રસિંહ બી.ચાવડા રહે. ન્યુ જામનગર ખંભાળીયા બાયપાસ રોડ જામનગર કિર્તીસિંહ કે જડ્જેં રહે.જામનગર વાળાઓએ મારા પતિને ઉંચા વ્યાજે રૂપીયા આપી અને રૂપીયા આપી દીધેલ હોય છતા વ્યાજની વસુલાત ઉઘરાણી કરી દબાણ કરતા હોય તેમજ શૈલેશભાઈએ અમારી ખેતીની જમીનનો દસ્તાવેજ વ્યાજની ચૂકવણી માટે તેઓના નામે કરાવી લીધેલ તેમજ કીરીટભાઇ સોની રાધાકૃષ્ણ જવેલર્સ ચાંદી બજાર વાળાએ મારા પતિનું તથા સાસુ સસરાનુ સોનું ઉંચા વ્યાજે જમા રાખેલ હોય અને તેઓ બધા રૂપીયાની ઉઘરાણી માટે મારા પતિને ધાક ધમકી તથા દબાણ આપતા હોય જેથી તેઓના ત્રાસના કારણે મારા પતિને મરી જવા મજબુર કરતા મારા પતિ ટ્રેનમાં નીચે કપાઈ જઈ આપઘાત કરેલ હોય જેથી આ ધોરણસર કાર્યવાહી આ ફરિયાદ થઇ છે.