Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા જેલમાં છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધિત એવા મોબાઈલ ફોન મળી આવવાનો સીલસીલો યથાવત રહ્યો તેમ ગત સાંજે જેલ ઝડતી સ્કવોડ અમદાવાદ દ્વારા જીલ્લા જેલ જામનગરમાં ચેકિંગ દરમિયાન વધુ બે મોબાઈલ ફોન મળી આવ્યા છે, જો કે મહત્વની બાબત છે કે જે મોબાઈલ મળી આવે છે તેની વિગતો સામે ના આવે તેના માટે મોટાભાગના મોબાઈલમાં તેના IMEI નંબર ઘસી નાખવામાં આવે છે અને બાદમાં વપરાશ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે,

ગઈકાલે પણ જેલ ઝડતી સ્કવોડની તપાસમાં રોક્ટેલ કંપંનીનો મોબાઇલ જેના IMEI નંબર વાળા તથા સેમસંગ કંપનીનો મોબાઇલ જેના કી પાસવર્ડ લોક હોય, તેમજ પાછળનુ સ્ટીકર ઘસી નાખેલ હોવાથી આઇ.એમ.ઈ.આઈ. નંબર જાણી શકાયેલ નથી. તે મોબાઇલના ઉપયોગકર્તા સામે ગુન્હો એ ડીવીઝનમાં દાખલ થયા બાદ બે મોબાઇલ ફોન કબજે કરી આરોપીઓએ જેલના પ્રતીબંધીત વિસ્તારમા કોઇએ અનઅધિકૃત રીતેમોબાઇલ પહોચાડી યાર્ડ નંબર- 04 બેરેક.ન.02 મા રાખી ઝડતી ચકાસણી દરમ્યાન આ બન્ને ફોન મળી આવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.