Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં ગત 26 ફેબ્રુઆરીના રોજ કાલાવડ નાકા બહાર, એસટી ડીવીઝન સામે આવેલ સીલ્વર પાર્ક શેરી નંબર ૨ મા ફરીયાદી શકીલભાઇ ઇસ્માઇલભાઇ સીપાઇની પત્નિ કરીમાબેન ઉર્ફે મીનાબેન ધર પાસે કચરો નાખવા જતા ફરીયાદીના સાઢ ફીરોજભાઇ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજી તીક્ષણ હથીયાર વડે ફરીયાદીના પત્નિને શરીરે ગંભીર ઇજા કરી ખુન કરેલનો બનાવ જે સંદર્ભે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો,જે ગુન્હામાં આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા બાદ ગુન્હાના કામે આરોપી ફીરોજ ઉર્ફ મુન્નો અબ્બાસભાઇ કાજી ગુન્હા બાબતે તેની સંઘન પુછપરછ દરમ્યાન ઉપરોકત ગુન્હામા સંડોવાયેલ હોવાનુ જણાવતો હોય અને પોતે ગુન્હાના કામે ઉપયોગ કરેલ હથીયાર તેમજ બનાવ વખતે પેહરેલ કપડા તેણે ગુન્હો કર્યા બાદ ડીસ્કવરી પંચનામાની વિગતે સદર ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલ છરી તેમજ તેને બનાવ વખતે પેહરેલ કપડા મળી આવેલ…
તેમજ પોલીસ દ્વારા અંગે વિશેષ તપાસ કરતા આ જગ્યાએ બેગમાંથી અન્ય બીજી બે છરી મળી કુલ ત્રણ છરી મળી આવેલ જે બાબતે આરોપીને પુછતા મજકુરે જણાવેલ કે, તેમની પત્ની ઝરીનાના જામનગરના રહેવાસી સદામ સાથે આડા સબંધ હોય જેથી બેગમાથી મળી આવેલ બીજી બે છરીથી પોતે સદામ રહે-જામનગર વાળાને મારી નાખવાની તૈયારી કરીને છરીઓ લઈને આવેલ હોવાનુ જણાવતો હોય જેથી ડિસ્કવરી પંચનામાની વિગતે કુલ ત્રણ છરી તેમજ આરોપીએ બનાવ વખતે પેહરેલ લોહી વાળા કપડા કબ્જે કરેલ છે.આમ આ હત્યારો બીજી હત્યાને અંજામ આપી શકેલ નથી અને તેને પોલીસે સમયસર ઝડપી પાડી વધુ એક ગુન્હો બનતો અટકાવેલ છે, આ સમગ્ર તપાસ સહિતની કાર્યવાહી એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુના સીધા માર્ગદર્શન દ્વારા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.