Mysamachar.in-જામનગર:
જામનગર દરેડ GIDCમાં પ્રિતેશભાઈ ગીરધરભાઈ વૈશ્ણવની માલિકીના રાજ એન્ટરપ્રાઈઝ, પ્લોટ નં-723, રેસીડેન્ટ એરીયા, જી.આઈ.ડી.સી ખાતે શ્રમ અધિકારી ધ્વની રામી સહિતની ટીમ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવતા સંસ્થાના માલિક ધ્વારા ધી ચાઇલ્ડ લેબર ( પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન ) એમેન્ડમેન્ટ એકટ-1986 ની કલમ-3 હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમયોગીને કામે રાખી તેની પાસે કામ કરાવી ગુન્હો આચરેલ છે. જે ધી ચાઇલ્ડ લેબર (પ્રોહીબીશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ એકટ-1986ની કલમ-14(A)() હેઠળ શિક્ષાપાત્ર બને છે.જે સબબની ફરિયાદ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.