Mysamachar.in-જામનગર:
જામજોધપુરના શેઠવડાળા ગામે વસવાટ કરતા અને ખમણનો વેપાર કરતા કિરીટી ચંદુભાઇ ગંધાએ તેમના પુત્રને માર મારનાર શાળાના તાલુકા શાળાના શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે,કિરીટભાઈનો દીકરો સુજલ શેઠવડાળા તાલુકા શાળામા ધોરણ-7 માં અભ્યાસ કરે છે પરંતુ કોવીડની મહામારીના લીધે સ્કૂલો બંધ હોય અને આશરે છેલ્લા બે મહીનાથી સ્કુલ ચાલુ થતા તેમનો દીકરો શેઠવડાળા તાલુકા શાળામાં સવારના સાડા દસ થી સાંજના પાચ વાગ્યા સુધી અભ્યાસ કરવા જાય છે.
એવામાં ગત તા.6/1/2022 ના રોજ તેમનો પુત્ર શેઠવડાળા તાલુકા શાળા ખાતે રાબેતા મુજબ અભ્યાસ માટે ગયેલ ત્યારે બપોરના સમયે કિરીટભાઈનો પુત્ર તેમજ તેનો મીત્ર એક બીજા સાથે મશ્કરી કરતા હોઇ જેથી શેઠવડાળા તાલુકા શાળાના શિક્ષક વિનોદભાઇ દેવશીભાઇ વાઘેલાએ ધોરણ 7 માં અભ્યાસ કરતા કિરીટભાઈના પુત્રને વાસાના ભાગે તથા જમણા હાથમાં તથા કમરના ભાગે પટ્ટા વડે બેફામ માર મારેલ અને મુંઢ ઈજાઓ કરતા વિદ્યાર્થીની જામનગર જીજી હોસ્પિટલ ખાતે સારવાર લઇ એમએલસી નોંધાયા બાદ આ મામલે શેઠવડાળા તાલુકા શાળાના શિક્ષક વિનોદ વાઘેલા સામે ફરિયાદ નોંધાઈ છે.