• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Friday, June 27, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

દેવભૂમિ દ્વારકા: ઘડી કંપનીમાં સામે આવ્યું મસમોટું કૌભાંડ, કંપનીના જ કર્મચારીઓએ કર્યું આવું..

My Samachar by My Samachar
December 15, 2021
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
દેવભૂમિ દ્વારકા: ઘડી કંપનીમાં સામે આવ્યું મસમોટું કૌભાંડ, કંપનીના જ કર્મચારીઓએ કર્યું આવું..
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપનીમાં છેલ્લા આશરે દશેક માસના સમયગાળા દરમિયાન અન્ય કોઈ નહિ પરંતુ કંપનીના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા મીલીભગત આચરીને આશરે લાખોની કિંમતનું સપ્લાય- હેરાફેરી કૌભાંડ આચર્યાનું પ્રકાશમાં આવ્યું છે. જે સંદર્ભે કંપનીના જ ચાર સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણની પોલીસમાં થયેલી વિગત મુજબ ખંભાળિયા- દ્વારકા હાઈ-વે પર દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. કંપની (ઘડી ડિટર્જન્ટ કંપની)માં જરૂરિયાત મુજબ કોલસો, કોક, મીઠું અને લાઇમસ્ટોનની ખરીદી કરવામાં આવે છે. અહીં જે-તે સમયે આર.એમ.એચ.એસ. વિભાગના હેડ તરીકે કામ કરતા મૂળ ભાવનગરના રહીશ એવા જનાર્દન ધીરેન્દ્ર રાજ્યગુરુ, વિશાલ રાણા, દક્ષ રામદતી, તથા લેબમાં કામ કરતા ખેરાજ નારુ ગઢવી તેમજ કવોલેટી ચેકિંગ કરતા લેબ ટેક્નિશિયન હિતેશ રામદતી દ્વારા કોક વિક્રેતાઓના જવાબદાર વ્યક્તિઓની મિલીભગતથી કંપનીએ ખરીદ કરેલા કોક અને કોલસાના જથ્થામાં મટીરીયલ્સ નબળું તેમજ કોકની જગ્યાએ કોલસો ઠાલવી, કંપનીમાં એકબીજાને મદદગારી કરી અને ગુનાહિત કાવતરું રચીને મોટો આર્થિક લાભ મેળવવામાં આવતો હોવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

જે સંદર્ભે કંપનીના સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ વિભાગના હેડ ઝારખંડ રાજ્યના અને હાલ કુરંગા ખાતે રહેતા અભિષેક નાગેન્દ્રકુમાર દુબે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાવી છે.કંપની દ્વારા કોકની ખરીદી માટે રૂપિયા 25,000 પ્રતિ મેટ્રિક ટન તથા કોલસા માટે રૂપિયા 5,000 પ્રતિ મેટ્રિક ટનના આપવામાં આવે છે. જે માટે ગાંધીધામ તથા રાજકોટની પાર્ટીના વિક્રેતાઓ કે કર્મચારીઓ અથવા ટ્રાન્સપોર્ટરોએ સાથે મળી અને સમગ્ર કૌભાંડ આચર્યું છે. કંપનીમાં સપ્લાય કરવામાં આવતા કોકની જગ્યાએ ટ્રકોમાં કોલસો ભરી અને સિક્યુરિટી ગેઈટ અને વે-બ્રીઝ કરાવી અને ખોટી બિલ્ટીઓ બનાવવા ઉપરાંત જુના કોકના જથ્થાનું ફરીથી સેમ્પલિંગ કરાવી અને આખી ગાડી કંપનીમાં ધાબળી દેવામાં આવતી હતી.

આમ, ખોટી બીલ્ટીઓ બનાવી અને કોકના બદલે કોલસાની હેરફેર કરી, મીલીભગત કરીને આશરે 25થી 30 ગાડીઓનું કૌભાંડ આચરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આના કારણે એક ગાડી દીઠ કંપનીને આશરે રૂપિયા ચાર લાખ જેટલી નુકશાની થતાં આશરે રૂપિયા એક કરોડથી વધુનો ચૂનો આ સુવ્યવસ્થિત કૌભાંડમાં કંપનીને કંપનીના જ કર્મચારીઓ દ્વારા લગાડવામાં આવ્યો છે.થોડા સમય પૂર્વે આ અંગેનો વિવાદ થતાં વિશાલ રાણા અને જનાર્દન રાજ્યગુરુએ યેન- કેન પ્રકારે આ વિવાદ આટોપી લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. આટલું જ નહીં, આ કૌભાંડમાં કંપનીમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ આરોપી શખ્સો દ્વારા પૈસાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ આ કર્મચારીઓએ ઓફર સ્વીકારી ન હતી.

આર.એમ.એચ.એસ.ના હેડ જનાર્દન રાજ્યગુરુ દ્વારા તેઓની આ કૌભાંડી ટુકડીના મેનેજમેન્ટ કરતા હિતેશ રામદતી, ખેરાજ ગઢવી સાથે મળી લેબની અંદર કોક અને મીઠાના સેમ્પલની હેરાફેરી કરતા વિશાલ રાણાએ કોકની જગ્યાએ કોલસાના ટ્રકોને કોકના રજીસ્ટરમાં એન્ટ્રી કરી, બિલ્ટી-ટપાલો મારફતે 25થી 30 જેટલા ટ્રકોમાં રો-મટીરીયલ્સની અદલાબદલી કરી, ખોટા સેમ્પલિંગ કરી કંપનીને લાખો રૂપિયાની નુકશાની કાર્યાનું જાહેર થયું છે.

આ સમગ્ર બનાવની ફરિયાદ એલસીબી પોલીસને કરાતા પોલીસે જનાર્દન ધીરેન્દ્ર રાજ્યગુરુ, લેબ ટેક્નિશિયન એવા કલ્યાણપુર તાલુકાના માળી ગામના રહીશ ખેરાજ નારુ જામ, તથા ગાંધવી (હર્ષદ) ખાતે રહેતા હિતેશગર કુંવરગર રામદતી અને મૂળ વડોદરાના રહીશ એવા આર.એમ.એચ.એસ. મશીનરી મેન્ટેનસ વિભાગના વિશાલ મનુભાઈ રાણા નામના ચાર શખ્સો સામે ઉપરાંત કોકના જથ્થાના વિક્રેતાઓના જવાબદાર કર્મચારીઓ સામે ધોરણસર ફરિયાદ નોંધી છે.આ પ્રકરણમાં કંપની કર્મચારી જર્નાદન રાજ્યગુરુ, ખેરાજ નારુ જામ, તથા વિશાલ રાણા હાથવેંતમાં હોવાથી નજીકના ભવિષ્યમાં તેઓની ધરપકડ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. આ બનાવે કંપની વર્તુળો તથા કૌભાંડી કર્મચારીઓમાં દોડધામ સાથે ચકચાર જગાવી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
મને માર મારવામાં આવ્યો:સગીર,  ના, અમારી પાસે CCTV ફૂટેજ: PI

જામનગરની જીજી હોસ્પિ.ના ઉચાપત આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયો !

June 27, 2025
જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

જામનગર જિલ્લામાં પાંચેક ઈંચ સુધીનો વરસાદ..તમારા ગામમાં કેટલો વરસાદ વાંચો

June 27, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગરમાં ગંદો વિવાદ: સૌથી વધુ ફરિયાદો ‘ગંદકી’ અંગે થઈ રહી છે  !

છબછબિયાનો આનંદ: જામનગરમાં કચરા કલેક્શન કોન્ટ્રાક્ટર પર વરસતી કૃપા…

June 27, 2025
આ જિલ્લાના પોલીસબેડામાં ભૂકંપ: પોલીસ પર ત્રાટકી પોલીસ

365 દિવસમાં ‘પોલીસ’ વિભાગ સામે 40,000થી વધુ અરજીઓ !!

June 27, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®