Mysamachar.in-જામનગર:
તાજેતરની જ વાત છે કે અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી અને મોતને ઘાટ ઉતારનાર પરપ્રાંતીય શખ્સને સુરત કોર્ટે ફાંસીની સજા આપી દાખલો બેસાડી દીધો હતો, એવામાં જામનગર શહેરને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે, જ્યાં જામનગર શહેરના હરવા ફરવાના સ્થળ પૈકીના લાખોટા તળાવની પાળ પર એક આધેડે પોતાની દીકરીની ઉમરની સગીરા સાથે અડપલા કરવાનો વિડીયો વાઈરલ થયા બાદ આ મામલે સારી એવી ચકચાર જાગી છે.અને આ મામલે પોક્સો એકટ હેઠળ ગુન્હો પણ નોંધાયો છે. જામનગરના એક વિસ્તારમાં રહેતી એક સગીરા પર તેની પિતાની ઉમરના શખ્સે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની અને શારીરિક અડપલાં કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 55 વર્ષીય ભાયા આંબલિયા નામના નરાધમે લાખોટા તળાવ પર સગીરાને લઈ જઈ જાહેરમાં શારિરિક અડપલાં કર્યા હતા. આ ઉપરાંત અગાઉ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ખુલાસો થતા સગીરાનું મેડીકલ પરીક્ષણ સહિતની કાર્યવાહી હાથ ધરી તેના પિતાની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરવામા આવી છે.