Mysamachar.in-જામનગર:
જામનગરમાં લાંબા સમય બાદ વ્યાજથી પૈસા આપનાર ઇસમની દાદાગીરી સામે આવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ મોહનનગર આવાસ બીલ્ડીંગ નં-08 બ્લોક નં-204 જામનગરમાં રહેતા અને લોન્ડ્રીકામ કરતા રસ્મીન હસમુખભાઇ ગણાત્રાએ સદગુરુ કોલોનીમાં વસવાટ કરતા પ્રીયરાજસિંહ કુલદીપસિંહ જાડેજા પાસેથી રુપીયા 33,000 10% વ્યાજે લીધેલ હોય અને છેલ્લા ત્રણ મહીનાનુ વ્યાજ નહી દેતા આરોપીએ પોતાની ઓફીસ દીપક શોપિંગ સેન્ટર ફરિયાદીને બોલાવી જેમફાવે તેમ ગાળો આપી ઉઠક બેઠક કરાવી પ્લાસ્ટીકના પાઇપથી શરીરે આડેધડ માર મારી તથા કીડની ઉપર ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાની ઘમકી આપ્યા સબબની અલગ અલગ કલમો હેઠળ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પીએસઆઈ હરિયાણીએ વધુ તપાસ હાથ ધરી છે.