Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લા જેલમાં કેવી મજાની લાઈફ અને સુખ સગવડ મળતી હશે…એટલે કે પૈસા ફેંકો અને માલ પહોચાડો ગઈકાલે ખુલ્લું પડી જવા પામ્યું છે, એસીબી ટીમ દ્વારા જેલ સહાયક વતી 5000ની લાંચ લેતા વચેટિયાને ઝડપી પાડવામાં આવ્યા બાદ એસીબીને માહિતી મળી છે કે આવા વહીવટ અગાઉ પણ થયા હોય શકે છે.? જેથી જામનગર એસીબી પી.આઈ.એ.ડી.પરમાર અને ટીમ દ્વારા જો કોઈએ પાન મસાલા કે મોબાઈલ કે પછી અન્ય કોઈ ચીજવસ્તુઓ જેલમાં પહોચાડવા માટે કોઈ વહીવટ કર્યા હોય તો જામનગર એસીબી કચેરી ખોજાગેટ નજીક રૂબરૂ અથવા એસીબી પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.પરમાર જામનગર જેવો આ કેસની આગળની તપાસ ચલાવી રહ્યા છે તેનો મોબાઈલ નંબર 89800 41135 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.