Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લાના ધ્રોલ એસ ટી ડેપોમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન પોરબંદરના એસટી ડ્રાઇવરને દારૂની આઠ બોટલો સાથે ઝડપી પાડયો છે, આ અંગેની પોલીસ ચોપડે નોંધાયેલ વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ એસ ટી ડેપોમાં સોમવારે રાત્રે બસ ચાલક પાસે દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન એસ ટી માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા પોરબંદરના રામનગર સોસાયટીમાં રહેતા વિનોદ નરશી વારગીયા નામના ચાલકની તલાસી લેતા તેમની પાસે રહેલી એક બેગમાંથી રૂા.4000 ની કિંમતની દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે એસટી બસના ચાલકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.