Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના લાલપુર વિસ્તારમાં વાડી વિસ્તાર ખાતે મધ્યપ્રદેશ રાજ્યના માણસો ખેડુતોની વાડી ભાગમાં રાખી રહેતા હોય અને તેમાંથી અમુક માણસો પોતાના વતનમાંથી ગુન્હો કરી અહી ભાગીને આવેલ હોય છે, અને અમુક ખેતીની જમીન ભાગમાં રાખી રહેતા હોય અને ભૂતકાળમાં પણ આવા ઇસમો દ્વારા ગુન્હા આચરવામાં આવેલ હોય જેથી આવી પ્રવૃતીને ડામવા સારૂ ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ મુજબ લાલપુર પીએસઆઈ ડી.એસ.વાઢેર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન સયુકતરાહે હકિકત મળેલ કે વાવડી ગામે વજશી ભીખાભાઇ આહીરની વાડીએ મધ્ય પ્રદેશથી બે ઇસમો બે-ત્રણ દીવસ પહેલા આવેલ હોય અને તેનું વર્તુણક શંકાસ્પદ હાલતમાં જણાતા હોય જેથી વાવડી ગામે વજશીભાઇ ભીખાભાઇ આહીરની વાડીએ જઇ તપાસ કરતા બે કાયદાથી સંઘર્શીત કિશોરો મળી આવેલ હોય જેઓની યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરતા તેઓ મધ્યપ્રદેશ રાજ્યના જોબટ પો.સ્ટે વિસ્તારમાથી ગઈ તા.16-08-2021ના રોજ લુટ કરી આવેલ હોય અને લુટનો મુદામાલ પોતાની પાસે હોવાનું જણાવતા લુટના મુદામાલ જેમાં એક સોનાનો ચેઇન તથા બે સોનાની બુટી તથા એક સોનાનું મંગળસુત્ર જેની કુલ કિ.રૂ.1,55,000 સાથે પકડી આગળની કાર્યવાહી કરેલ છે.આ કાર્યવાહી લાલપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એસ.વાઢેર તથા સ્ટાફના ટી.બી.જાડેજા, એન.પી.વસરા, બલભદ્રસિંહ જાડેજા, મહાવિરસિહ વાઘેલા, અખ્તરભાઈ એચ. નોયડા દિગ્વિજયસિંહ એમ. જાડેજા, વિગેરે નાઓએ કરેલ છે.
-લાલપુર ટાઉનમાં થયેલ ચોરીનો ભેદ પણ ઉકેલાયો
મધ્યપ્રદેશની લુંટ ઉપરાંત લાલપુર ટાઉનમાં રહેતા મંજુલાબેનના રહેણાંક મકાનની દીવાલ કુદીને મકાનના ફળીયામાં કોઇ અજાણ્યા ઇસમ કે ઇસમોએ પ્રવેશ કરી મકાનની ઓસરીમાં આવેલ સીમેન્ટની લોખંડના સળીયાવાળી બારીમાં રાખેલ વીવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.10,000ની ચોરી થયાની ફરીયાદ લાલપુર દાખલ થયેલ હોય, જે ઘરફોડ ચોરી ડીટેક્ટ કરી નાંદુરી ચોકડીએથી એક ઇસમ ચોરીમાં ગયેલ મુદામાલ મોબાઇલ સાથે ઉભેલ હોય અને ભાગી જવાની પેરવીમા હોય, જેથી બાતમી આધારે નાંદુરી ચોકડીએ જતા આરોપી દિનેશ ઉર્ફે દીનો જગમાલ તુલશીભાઇ ભાટી ચોરીમાં ગયેલ મુદામાલ વીવો કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.10,000 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.