Mysamachar.in-જામનગર:
આજના સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના યુગમાં યુવકો અને યુવતીઓ એકબીજાને જાણતા ના હોવા છતાં પણ ઝડપથી સંપર્કોમાં આવી જાય અને આંધળો વિશ્વાસ કરી લે છે, પણ આવો વિશ્વાસ કરવા પૂર્વે ચેતવા જેવો એક કિસ્સો જામનગરમાં પોલીસ ચોપડે ચઢ્યો છે, જે દરેક યુવતીઓ જે સોશ્યલ મીડિયામાં સામેના પાત્રથી આકર્ષાઈ અને વિશ્વાસ કરે છે તેના માટે લાલબતી સમાન છે
સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જાગૃતિ(નામ બદલાવેલ છે) જાગૃતિને કરણ ચૌહાણ જે મોરબીનો વતની છે, તેની સાથે ફેસબુક મારફતે કોંટેક્ટમા આવી મોબાઇલ ફોનમા વાતચીત કરતા હતા તે દરમિયાન ફરીયાદી જાગૃતિને લગ્નની લાલચ આપી લગ્નની વાત કરવા જાગૃતિના ઘર પર આવી ઘરના રુમમા અશ્લીલ હરકતો કરી સ્પર્શ કરીને અભદ્ર માગણીઓ કરી હતી વધુમાં અભદ્ર શબ્દો અને ચેષ્ટાઓ કરતા જાગૃતિએ આવુ ન કરવાનુ કહેતા કરણ ચૌહાણે એકદમ ઉશ્કેરાય જઇ તેણીને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી અને જાગૃતિ પાસેથી જે પંચાવન હજાર ઉછીના લઇ પરત ન આપી તેની સાથે વિશ્વાસઘાત કરેલ વાત આટલેથી ના અટકી અને કરણના પિતા પ્રવીણભાઈ ચૌહાણે પણ જાગૃતિને મોબાઇલ ફોનમા જો મારા દિકરાનુ કોઇ જગ્યાએ નામ આપવાની કોસીશ કરીસ તો હાથ-પગ ભાંગી નાખી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ભુંડી ગાળો આપવા સબબની ફરિયાદ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં વિવિધ કલમો હેઠળ નોંધાતા પીએસઆઈ જે.આર.કરોતરા આ મામલાની વિશેષ તપાસ કરી રહ્યા છે.અને તપાસ બાદ આ મામલે વધુ ખુલાસાઓ સામે આવશે.