Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા કલેકટર અને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ કચેરીના બનાવટી લેટરપેડ બનાવી કચેરીનો રાઉન્ડશીલ લગાવી અને ધરણાની મંજુરી આપતો બોગસ લેટર સોશ્યલ મીડિયામાં વાઈરલ થયા બાદ આ મામલાની ખરાઈ થતા આ લેટરપેડ બોગસ હોવાનું સામે આવ્યા બાદ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર દ્વારા આ મામલે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં આ મામલે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, આ કેસની વિગતો પર નજર કરવામાં આવે તો
સોશ્યલ મીડીયાના વિવિધ માધ્યમો દ્વારા એવુ ધ્યાન પર આવેલ છે કે જીલ્લા મેજિસ્ટ્રેટની કચેરી જામનગર ના લેટરપેડ ઉપ૨ કીરણકુમાર લાલપુર તાલુકા સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી લાલપૂરને ઉદેશીને મોટી ખાવડી મુકામે આંદોલન ધરણા માટેની મંજુરી આપતો પત્ર હોય જેમાં જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરીનો લેટર પેઇડ છે જે લેટર પેઇડમાં અશોક સ્તંભ છે તે અશોકસ્તંભમાં ફેરફાર જોવામાં આવે છે તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરી તરફથી આપવામાં આવતી મંજુરી અંગેના પત્રમાં કોઇ રાઉન્ડ સીલ લગાવવામાં આવતું નથી તેમ છતા આ પત્રમાં રાઉન્ડ સીલ લગાવવામાં આવેલ છે, જે મુજબનો સોશ્યલ મીડીયામાં પત્ર વાયરલ થયેલ છે, જે જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરીના રેકર્ડ પરથી ખરાઇ કરતા આ પ્રકારનો કોઇ પત્ર લખવામાં આવેલ નથી જેથી આ પત્રમાં જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના લેટર પેઇડ પર લખવામાં આવેલ મંજુરીમાં જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરીનુ રાઉન્ડ શીલ પણ લગાવામાં આવેલ છે,
હવે આ ૫ત્ર કોના દ્વારા સોશ્યલ મીડીયામાં વાયરલ કરવામાં આવેલ છે તે અંગે કોઇ ચોકકસ માહીતી નથી તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીનો બનાવટી લેટર પેઇડ તેમજ રાઉન્ડશીલ બનાવવો કે તેનો ઉપયોગ કરવો તે ગુનાહીત કુત્ય હોય અ જાણ્યા શખ્સોએ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીનો બનાવટી લેટર પેઇડ તેમજ રાઉન્ડ શીલ બનાવી તેનાથી ખાવડી મુકામે આંદોલન ધરણા માટેની મંજુરી આપતો બનાવટી પત્ર બનાવી સોશ્યલ મીડીયા પર વાયરલ કરેલ હોય તો આ અજાણ્યા શખ્સો તેમ જ તપાસમાં જે ખુલે તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરવા સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.