Mysamachar.in-જામનગર
શીપીંગ ક્ષેત્રે જામનગર, ગુજરાત સહીત દેશ વિદેશમાં આગવું નામ ધરાવતા અને રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી જીતુ લાલે પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હોવાની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં કરતાં ભારે ચકચાર મચી છે. જીતુભાઈ લાલના ફેસબુક એકાઉન્ટ પર અનેક મિત્રો અને ફોલોઅર્સ છે, એવામાં આ ફેસબુક એકાઉન્ટને થોડા દિવસ પહેલા કોઈ અજાણ્યા શખસે હેક કરી તેમાં પાકિસ્તાની ઝંડો દર્શાવ્યો હતો. આ અંગે તેમણે તપાસ કરતાં ખબર પડી કે તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું છે અને કોઈ અજાણ્યો શખસ તેમના એકાઉન્ટ પર પોસ્ટિંગ તેમની મંજુરી વિના અને જાણ બહાર પોસ્ટીંગ કરી રહ્યાનું સામે આવ્યું હતું,
જે બાબત જીતુભાઈને ધ્યાને આવતા પાકિસ્તાનની તરફેણમાં લખાણો અને ઝંડો મુકતા હોવાનું તેમણે ગતરાત્રીના જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને અજાણ્યા શખસ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. તો આ ફરિયાદ નોંધાયા બાદ બનાવની તપાસ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.એલ. ગાધે ચલાવી રહ્યા છે.