Mysamachar.in-જામનગર
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ આ દારૂબંધી વચ્ચે કેટલાક શાતીર દિમાગ શખ્સો અને બુટલેગરો દારૂની હેરાફેરી કરી લે છે, એવામાં જો પોલિસને બાતમી મળી જાય તો આવા મનસુબા નાકામ થઇ જાય છે, જામનગર એલસીબી ટીમને આવો જ વધુ એક જંગી જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે, જેમાં ધ્રોલ નજીક લૈયારા ગામની સીમમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં છુપાવી દમણથી લાવવામાં આવેલ દારુ અને બીયરના જથ્થાનું કટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એલસીબી જામનગરની ટીમે સપાટો બોલાવી દેતા ફફડાટ મચી જવા પામ્યો છે.
જામનગર એલ.સી.બી.ટીમના ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળા તથા અજયસિંહ ઝાલાને ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે ધ્રોલ તાલુકાના લૈયારાગામના યાસીન ઉર્ફે મોટો હાજીભાઇ સુમરા તથા જામનગર ગુલાબનગરના કાસમ અબ્દુલભાઇ ખેરાણી તથા ઇમરાનભાઇ ખેરાણી ત્રણેય જણાએ ભાગીદારીમાં બહારથી ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવી લૈયારાગામની પાછળના ભાગે આવેલ ચેકડેમ પાસે ખરાબામાં ટ્રક નંબર G.J.18 AU 8378 માંથી દારૂનુ કટીંગ કરી પોતાના અલગ અલગ ગ્રાહકોને વેચવાના છે. અને ઇગ્લીશ દારૂનું કટીંગ ચાલુ છે. તેવી ચોકકસ હકિકત મળતા એલ.સી.બી.અલગ અલગ ટીમો બનાવી રેઇડ કરતા આરોપીઓ હુશેન ઉર્ફે બાવ અકબરભાઇ બ્લોચ રહે. ગુલાબનગર, તાડીયા હનુમાન મંદિર પાસે, જામનગર, સલીમ ઉર્ફે વસીમ દાઉદભાઇ પઠાણ રહે.અલીયાબાડા હબીબનગર, હુશેનીચોક, તા.જી.જામનગર નાઓ પકડાઇ ગયેલ હતા.
– આ મુદામાલ કબજે કરવામાં આવ્યો
– મેકડોવેલસ વ્હીસકી દારૂની બોટલ નંગ- 808 કિ.રૂ 3,23,200
– બીયર ટીન-2363 કિ.રૂ2,36,300
– ટોરસ ટ્રક નંબરG.J.18 AU 8378 10,00,000
– મોબાઇલ ફોન-03 કિ.રૂ.5000
– પ્લાસ્ટકના દાણા ભરેલ બોરીઓ નંગ-595 કિ.રૂ .11,90,000
– અટક કરવાના બાકી આરોપો
– યાસીનઉર્ફે મોટો હાજીભાઇ ખેરાણી
– કાસમ અબ્દુલભાઇ ખેરાણી
– ઇમરાન ખેરાણી તથા દારૂ સપ્લાય કરનારને અટક કરવાના બાકી છે.
– કાર્યવાહી કરનાર ટીમ
જામનગર એલસીબી ઇન્ચાર્જ પી.આઈ એસ.એસ.નિનામાની સુચનાથી પીએસઆઈ કે.કે.ગોહિલ તથાઆર.બી.ગોજીયા, બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, નાનજીભાઇ પટેલ, યશપાલસિંહ જાડેજા, શરદભાઇ પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, દિલીપભાઇ તલવાડીયા, ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, હરદિપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઈ મકવાણા, રધુભા પરમાર, ધાનાભાઇ મોરી, નિર્મળસિંહ એસ.જાડેજા, બળવંતસિંહ પરમાર, એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકિયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.