Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
સરકાર દ્વારા સરકારી કે ખાનગી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવનાર પર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી સઘન કરી અને ગુન્હાઓ દાખલ કરવાનું શરુ કરવામાં આવ્યું છે, ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં સરકારી કીમતી જમીન પર કબજો જમાવી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે,
સરકાર તરફે થયેલ આ ફરિયાદની વિગતો મુજબ ગુન્હો જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ સને 2020 ની કલમ 3, 4(1), 4(2), 4(3) મુજબ તે એવી રીતે કે ખેરાજભાઈ રાયાભાઈ ગઢવી રહે-મોટામાંઢા સરકારની માલીકીની જામ ખંભાળીયા તાલુકાના મોટામાંઢા ગામના રે.સ.નં- 282/1 વાળી જમીન આવેલ છે. જે જગ્યાનુ કુલ ક્ષેત્રફળ 2-14-48 (આશરે 14 વિઘા) જેટલી જગ્યા થાય છે. જેની સરકારી જંત્રી મુજબ 6,86,336/- થાય છે. તેમજ માર્કેટ વેલ્યુ પ્રમાણે આ ખેતીની જગ્યાની કીમત આશરે 14,00,000/- થાય છે. તે જગ્યા સરકારની માલીકીની હોવાનુ જાણવા હોવા છતા પણ ગેરકાયદેસર રીતે બીન અધિકૃત કબ્જો કરી ખેડ કરી તેમાંથી ઉપજ મેળવી સરકારની માલીકીની જગ્યા પચાવી પાડી હોય તેના વિરુદ્ધ ગુન્હો નોંધાતા DYSP કક્ષાના અધિકારી દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.