Mysamachar.in-જામનગર
જામનગર શહેરની વાલકેશ્વરીનગરીમાં એક માસ પહેલા થયેલી 1.68 લાખની ચોરીમાં સીટી બી ડીવીઝન પોલીસે ગુનાનો ભેદ ઉકેલી એક શખસની અટક કરી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે. જામનગર શહેરની વાલકેશ્વરીનગરીમાં આવેલા અને અમદાવાદમાં તબીબી પ્રેક્ટીસ કરતા ડો.વિવેક કકકડનાબંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને 251 ડોલર મળી મળી કુલ રૂા.1.68 લાખની ચોરી થઈ હતી જે ચોરીનો ગુનો ઉકેલવા સિટી-બી પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી તેમજ સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવી હતી. દરમિયાન સીસીટીવી ફૂટેજમાં બનાવવાળી જગ્યાએ અવારનવાર રમેશ ઉર્ફે રમલો સેફાભાઈ પરમાર નામનો શખ્સ દેખાતો હતો જેથી પોલીસે તેના પર વોચ રાખી હતી.
જે દરમિયાન શોભરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, બશીરભાઈ, ફૈઝલભાઈ અને કિશોરભાઈ પરમારને બાતમી મળી હતી કે, રમેશ ઉર્ફે રમલો વિકાસ રોડ પર સોના-ચાંદીના દાગીના સસ્તામાં વેચવાનો પ્રયાસ કરે છે જે આધારે તેને વિકાસ રોડ પરથી પકડી પાડી તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તેમજ ઈમીટેશન જવેલરી મળી રૂા.2,16,600ના દાગીના કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.