Mysamachar.in-જામનગર
ક્યારેક કોઈકની જીંદગીમાં એવી ઘટના બની જતી હોય છે કે જે તેને કા તો સવળા અને કા તો અવળા માર્ગે વાળી દે છે… જામનગર સીટી બી ડીવીઝન પોલીસની કસ્ટડીમાં રહેલો આ છે તમીલસેલ્વન આ શખ્સ સાથે ઘટના કઈક એવી ઘટી હતી કે ચેન્નઈમાં અભ્યાસ કરતો હતો ત્યારે ત્યાની મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓમાંના અમુક વિદ્યાર્થીએ મહિલા સ્ટુડન્ટની સ્પાય કેમેરાથી અશ્લીલ તસ્વીરો અને વિડીયો બનાવાયા હતા, જેનો ભોગ બનનાર મહિલા સ્ટુડન્ટમાંથી આરોપી તમિલ સેલ્વ્વનની ફ્રેન્ડ પણ આ કાંડનો ભોગ બની હોય ત્યારથી જ આ શખ્સના મનમાં મેડીકલ સ્ટુડન્ટ સાથે ખુન્નસ હતું અને તેના કારણે જ તેને અલગ અલગ મેડીકલ કોલેજના સરનામાંઓ ગુગલ પરથી મેળવી ત્યાં પહોચી જતો હતો અને ત્યાં તબીબી અભ્યાસ કરતા સ્ટુડન્ટના જ માત્ર લેપટોપ ચોરી કરતો હોવાની કબુલાત તેણે પોલીસની પૂછપરછમાં આપી છે…
જામનગરમાં ઘટના કઈક એવી બની કે થોડા દિવસો પૂર્વે જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના લેપટોપ ચોરીની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી, અને જે બાદ આ ચોરીનો ભેદ ઉકેલવા ASP નીતીશ પાંડેના માર્ગદર્શન હેઠળ પી.આઈ.કે.એલ.ગાધે દ્વારા ટીમોને આ અંગે સખ્ત તપાસ કરવા સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને અંતે સફળતા મળતા કુલ 500 થી વધુ લેપટોપ ચોરી કરનાર શખ્સને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ગત તા.26/1/2020 ના રોજ એમ.પી.શાહ મેડીકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાં અલગ અલગ રૂમોમાંથી છ લેપટોપની કોઈ ઈસમે ચોરી કરેલ હતી જેમા ચોરી કરનાર ઈસમે પી.જી.હોસ્ટેલમાં પ્રવેશી હોસ્ટેલના અલગ અલગ માળ પર જઈ બંધ રુમોની તાળાની ચાવીઓ રુમના વેંટીલેશન બારીમાં રહેતી હોય તે ચાવી લઈ તાળું ખોલી રૂમમાં પ્રવેશી કુલ છ લેપટોપ કી રુ 1,62,000 ની ચોરી થયેલ હતી.
આ ગુનો શોધવા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા આ ઈસમની ઓળખ માટે બનાવ સ્થળના સીસીટીવી ફુટેઝ ચેક કરવામાં આવેલ જેમાં એક લાલ સફેદ કલરની ચેક્ષ ડીઝાઈન વાળો શર્ટ પહેરેલ ઈસમ જોવા મળેલ જે એક રીક્ષામાં બેસી આવેલ હોવાનું જણાવેલ હતું. જે રીક્ષાના નંબર કમાન્ડ કંટ્રોલ રુમના સીસીટીવી ઉપરથી મેળવી તપાસ કરવામાં આવેલ અને પો. કોન્સ,હરદીપભાઈ બારડ તથા યુવરાજસીહ જાડેજાએ પોતાના બાતમીદારથી હકીકત મેળવી રીક્ષા ચાલકને શોધી પુછપરછ કરતા પોતે આ શખ્સને અનુપમ ટોકીઝ સામેથી બેસાડી મેડીકલ કોલેજ લઈ આવેલ હોય અને ત્યાથી એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ઉતારેલ હોવાનું જાણવા મળેલ હતુ.
જેથી અનુપમ ટોકીઝ આસપાસની હોટલોમાંથી ઈકો-ઈન હોટલમાં તપાસ કરેલ જેના સીસીટીવીમાં મેડીકલ કોલેઝમાં દેખાયેલ ઈસમ જોવા મળેલ હતો અને તેનું નામ સરનામુ મેળવતા તમીલસેલ્વમ કન્નાન રહે થીરુવરુર તમીલનાડુ વાળો હોવાનું ત્યાથી જણાવેલ હતું. અને ડી-સ્ટાફની બીજી ટીમ મારફતે એસ.ટી. ડેપો ખાતે જઈ તપાસ કરતા મજકુર રાજકોટ જતી બસમાં બેસેલ હોવાનું જણાવેલ હતું. જેથી તે બસના કંડકટરનો સંપર્ક કરી વર્ણનવાળા શખ્સ બાબતે પુછતા રાજકોટ ઉતરેલ હોય અને પોતાની ફલાઈટનો સમય થઈ ગયેલ હોવાની વાત હીન્દીમાં જણાવેલ હતી. અને રાજકોટ એરપોર્ટ ખાતે તપાસ કરતા મજકુર દીલ્હી જતી ફલાઈટમાં બેસી દીલ્હી જતો રહેલ હોવાનું જણાવેલ હતું.
આરોપીએ હોટલ ઈકો-ઈનમાં પોતાના મોબાઈલ નંબર ખોટા લખાવેલ અને તે તપાસમાં જાણવા મળેલ કે આરોપીએ હોટલમાં પોતાના માટે ઝોમેટોમાંથી ઓન-લાઈન ફુડ ઓર્ડર કરેલ હતો અને તે કંપનીમાથી અને રાજકોટ એરપોર્ટ ખાતેથી અસલ મોબાઈલ નંબર મળી આવેલ જેના ટેકનીકલ સોર્સની મદદથી તપાસ કરતા મજકુર વધુ સમય દીલ્હી, ફરીદાબાદ માં હોવાનું જણાવેલ હતું જેથી એક ટીમને તાત્કાલીક ફરીદાબાદ(હરીયાણા) ખાતે તપાસમાં મોકલવામાં આવેલ અને ત્યાં તપાસ કરતા આ શખ્સ ફરીદાબાદ જીલ્લાના ભાકરી ગામ ખાતેથી મળી આવતા આ શખ્સને જામનગર લઈ આવેલ અને જ્યાં તેની પુછપરછ હાથ ધરતા પોતાનું નામ તમીલસેલ્વન કન્નાને જાતે ક્ષત્રીય-દેવા ઉવ.24 ધધો અબ્દુલકલામ ફાઉન્ડેશનમાં કામ રહે. હાલ મકાન નં 286, ભાખરી ગામ, રાજેશ ચંદન ગુર્જરના મકાનમાં, પાલી રોડ, જી. ફરીદાબાદ (હરીયાણા) મુળ રહે મકાન ને 264, વેલનગુડી ગામ, કાલીયમ્મન કોવીલ સ્ટ્રીટ, તા.મન્નારકુડી, જી. થીરુવરુર (તમીલનાડુ) વાળો હોવાનું જણાવેલ પુછપરછ કરતા પોતે આ ગુનો કર્યાની કબુલાત આપતા ગુનાના કામે અટક કરી ચોરીમાં ગયેલ એક લેપટોપ કી રૂ 20,000 નું કબજે કરવામાં આવેલ બાદ કોર્ટમાં રજુ કરતા આ શખ્સના 9 દિવસના પોલીસ રીમાંડ મંજુર થયેલ હતા.
બાદ ગુન્હામાં ચોરીમાં ગયેલ લેપટોપ બાબતે ઉંડાણપુર્વક પુછપરછ કરતા જામનગર રીમાંડ મંજુર થયેલ જે દરમ્યાન તેની પુછપરછ કરી લેપટોપ નંગ 5 જેની કીમત 1,42,000 ના કબજે લેવામાં આવેલ છે. આમ કુલ લેપટોપ નંગ 6 કી રુ 1,62,000 નો મુદામાલ કજે લેવામા આવેલ છે, ઝડપાયેલા શખ્સની પુછપરછમાં છેલ્લા 5 વર્ષ દરમ્યાન 40 થી વધુ મેડીકલ હોસ્ટેલમાંથી 500 થી વધુ લેપટોપની ચોરી કરેલની કબુલાત આપેલ છે, જેમાં ખાસ કરીને દક્ષીણ ભારતના મોટાભાગના રાજયોના અલગ અલગ જીલ્લાઓમાં આવેલ પી.જી, મેડીકલ હોસ્ટેલને નીશાન બનાવેલ છે. હાલ ફરીદાબાદ ૨હે છે અને ત્યાથી દક્ષીણ ભારતના રાજયોમાં ચોરી કરવા જાય છે અને તે સમયે લકઝરીયસ કહી શકાય તેવી ટ્રેનોમાં અને ફલાઈટમો મુસાફરી કરે છે,
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. કે.એલ.ગાધે તથા PSI એલ,જે,પી મિયાત્રા, કે.વી, ચૌધરી, એ.એસ.આઈ. બસીરભાઈ મલેક, પો.હેડ.કોન્સ. રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઇ વેગડ, ક્રીપાલસીહ જાડેજા, શોભરાજસિંહ જાડેજા મુકેશસિંહ રાણા તથા યુવરાજસીહ જાડેજા, હરદીપભાઈ બારડ, ફૈજલભાઇ ચાવડા, શીવભદ્રસીહ જાડેજા, કીશોરભાઈ પરમાર, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે,
– ઝડપાયેલા શખ્સનો સાઉથ ઇન્ડિયન ખોરાક જોઇને પોલીસ પણ વિચારમાં પડી ગઈ…
પોલીસે જે શખ્સને ઝડપી પાડ્યો છે તે સાઉથ ઇન્ડિયન છે, જયારે પોલીસ કોઈ આરોપીને ઝડપી પાડે ત્યારે તેના ભોજન સહિતની વ્યવસ્થા કરી આપતી હોય છે, આ કિસ્સામાં ઝડપાયેલ શખ્સ તમીલસેલ્વન નો નાસ્તો 12 પ્લેટથી વધુ ઈડલી હતી, અને તે જયારે બપોરનું અને રાતનું ભોજન અને નાસ્તો કરતો ત્યારે ખુદ પોલીસ પણ અચરજ પામી જતી હતી, કારણ કે આપણાં સામાન્ય ખોરાક કરતા આ શખ્સનો ખોરાક 10 ગણો હોવાનું પોલીસ સુત્રો જણાવે છે.