Mysamachar.in-જામનગર
જામનગરના હાપામાં પંચકોશી એ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઇનામી સ્ક્રેચ કાર્ડ અંગે જાહેરાત કરીને લોકોને લાલચ આપી સ્ક્રેચ કાર્ડ વેચાણ કરી પૈસા મેળવતી ગેંગના ચારને પકડી પાડી રોકડ, કાર, જુદા જુદા ઇનામી કાર્ડ વગેરે મળીને રૂ.3.44 લાખનો મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે,.જયારે વધુ એક શખ્સની સંડોવણી પણ ખુલવા પામી છે, પંચકોષી ‘એ ડીવી.પોલીસમથકના પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફના પો. હેડ કોન્સ. શૈલેન્દ્રસિંહ એસ. જાડેજા તથા જીગ્નેશભાઈ વાળા તથા રામદેવસિંહ જાડેજા તથા પો. કોન્સ. સંદિપભાઈ જરૂ તથા દેવેન્દ્રસિંહ જાડેજા વગેરેને મળેલ હકીકત આધારે હાપા ગામના પાદરમાં ચાર શખ્સો સફેદ કારમાં ઇનામી કાર્ડ અંગે જાહેરાતો કરીને લોકોને લોભામણી લાલચ આપી કોઇલાયસન્સ કે પરવાનગી વગર સ્ક્રેચ કાર્ડ છપાવી વેચાણ કરી પૈસા મેળવતા હોવાની ચોકકસ બાતમી મળી હતી ટીમે દરોડો પાડયો હતો.
ત્યારે ચાર શખ્સો લાલચ આપી સ્ક્રેચ કાર્ડ વેચાણ કરીને પૈસા મેળવતા હોવાનુ માલુમ પડયુ હતુ. પોલીસે અમરા હદાભાઇ વરૂ (રે.ધ્રોલ), લાલા ઉર્ફે લાલજી હિરાભાઇ ગોલતર (રે. રંગપર પાટીયુ), કમલેશ ઉર્ફે સાગર કરમણભાઇ ઉફૈ બાબુભાઇ ગમારા (રે. માવાપર) અને કાનજી નાગજીભાઇ (રે.રંગપર પાટીયુ)ને પકડી પાડયા હતા.પોલીસે તેના કબજામાંથી 14 ઇનામી સ્ક્રેચ કાર્ડ, રૂ.17,900ની પ્રોડકટસો, ચાર મોબાઇલ, રોકડ રકમ અને કાર સહિત રૂ.3.44 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં નિલેશ વરૂની સંડોવણી ખુલતા પોલીસે તમામ સામે ઇનામી પ્રથા અથવા પૈસા ફેરવવાની યોજના (નિયંત્રણ) કાયદો 1978ની કલમ-5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.